કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સફરજન ઉત્પાદકોને રૂા.1000 કરોડનું નુકશાન

06 November 2018 03:21 PM
India
  • કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સફરજન ઉત્પાદકોને રૂા.1000 કરોડનું નુકશાન

ઓચિંતી અને સમગ્ર ખીણમાં હિમવર્ષાથી શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ: ટ્રકો અટવાઈ પડયા: બગીચાઓમાં સફરજનના પાકનો થોથ વળી ગયો

Advertisement

નવી દિલ્હી તા.6
કાશ્મીર ખીણમાં ભારે હીમવર્ષાના કારણે એક તરફ જનજીવનને અસર થઈ છે તો બીજી તરફ રાજયમાં સફરજનના પાકને પણ ભારે નુકશાન થયું છે અને ફકત ખીણમાં જ રૂા.1000 કરોડના સફરજન હીમવર્ષામાં કરી પડતા અહીના સફરજન ઉત્પાદકો માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. ભારે હિમવર્ષાથી શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવો પડયો છે અને તેના કારણે કાશ્મીરના સફરજન દેશભરમાં મોકલવાની પ્રક્રિયા પણ ઠપ્પ થઈ છે. કાશ્મીર ખીણના અંદાજે 70 લાખ લોકોમાંથી 25 લાખ લોકો આ સફરજનની ખેતી સાથે જોડાયા છે અને દર વર્ષે 5થી6 હજાર ટન સફરજનનું ઉત્પાદન અહી થાય છે અને હિમવર્ષા વ્હેલી શરુ થતા સફરજન ઉત્પાદનને તથા દેશભરમાં વેચાણને ભારે ફટકો પડયો છે. દિવાળી સમયે સફરજનના સારા ભાવ આવશે તેવી આશાએ તેઓએ અહીથી સફરજનની ડીસ્પેજ ધીમુ કરી દીધું હતું.


Advertisement