મોરબીમાં રવિવારે પ્રવિણભાઇ તોગડીયાની હાજરીમાં હિન્દુ પરિષદનું સ્નેહમિલન

06 November 2018 01:20 PM
Morbi Gujarat
  • મોરબીમાં રવિવારે પ્રવિણભાઇ તોગડીયાની હાજરીમાં હિન્દુ પરિષદનું સ્નેહમિલન

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.6
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ જલારામ પ્રાર્થના મંદિર અયોઘ્યાપુરી રોડ મોરબી ખાતે તા.11ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે યોજવામાં આવનાર છે. સ્નેહ મિલન સમારોહમાં આ.રા.હિન્દુ પરિષદના સંસ્થાપક અઘ્યક્ષ તથા તેજાબી વકતા પ્રવિણભાઇ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સોરાષ્ટ્રના આગેવાનો જીતુભાઇ મહેતા તથા જગદીશભાઇ વાડોદરીયા પણ કાર્યક્રમમાં હાજરી આપશે. સ્નેહ મિલન સમારોહમાં પધારવા તમામ કાર્યકર્તા ભાઇ-બહેનો જોડાશે. એમ આ.રા.હિન્દુ પરિષદના જિલ્લા અઘ્યક્ષ સી.ડી.રામાવત મહામંત્રી બલવંતસિંહ સિંધવ, મિડીયા સંયોજક ચિરાગભાઇ વોરા, કિશાન મોરચાના સંયોજક હરિભાઇ પટેલ તથા શહેર અઘ્યક્ષ દિનેશભાઇ નિમાવતે યાદીમાં જણાવેલ છે.


Advertisement