ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટશે : માત્ર ૮૮ લાખ ગાંસડી થવાનો અંદાજ

06 November 2018 12:03 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટશે : માત્ર ૮૮ લાખ ગાંસડી થવાનો અંદાજ

Advertisement

રાજકોટ, તા. ૬ ગુજરાતમાં અા વષેૅ પડેલા અોછા વરસાદના કારણે કપાસના ઉત્પાદનમાં ૧૮ લાખ ગાંસડીનો ઘટાડો થવાની શકયતાઅો જણાઈ રહી છે. કોટન અેસો. અોફ ઈન્ડિયાઅે બહાર પાડેલા સવેૅ મુજબ ર૦૧૮રુ૧૯માં ગુજરાતમાં કોટનનું ઉત્પાદન જે અોછા વરસાદના કારણે ૧૬% ઘટશે. ર૦૧૭રુ૧૮માં ૧૦પ લાખ ગાંસડીઅો સામે ર૦૧૮રુ૧૯માં ગુજરાતમાં કપાસનું ઉત્પાદન માત્ર ૮૮ લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. વેપારીઅોનું કહેવું છે કે અા વષેૅ વરસાદ અોછો થવાના કારણે કપાસનું ઉત્પાદન ઘટશે ગુજરાતમાં કપાસના વાવેતરના અા ખરીફ મોસમમાં વધારો થયો હોવા છતાં ઉત્પાદન અોછું થવાનો અંદાજ છે. રાજયકૃષિ વિભાગના અાંકડા દશાૅવે છે કે અા વષેૅ રાજયમાં કપાસની ખેતી હેઠળનું ક્ષેત્રફળ ર૭.૧૧ લાખ હેકટરમાંથી ર૬.૪૧ લાખ હેકટરમાં થયું છે. અોકટોબર માસમાં વધુ ગરમી અને અપુરતા વરસાદના કારણે કપાસના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે. પરિણામે ર૦૧૮રુ૧૯માં કપાસનું ઉત્પાદન ઘટયુ છે. અામ ર૦૧૮-૧૯માં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઅોના કારણે અા વષેૅ કપાસનો પાક ૩૪૩.રપ લાખ ગાંસડી થવાનું અનુમાન લગાવવામાં અાવી રહયું છે. ર૦૧૭રુ૧૮માં કપાસનું ઉત્પાદન ૩૬પ લાખ ગાંસડીનું હતું. અામ અા વષેૅ કપાસના ઉત્પાદનમાં ચોકકસપણે ઘટાડો થશે તેવું કપાસના વેપારીઅોઅે જણાવ્યું હતું.


Advertisement