પાલીતાણાના કાળભૈરવ મંદિર ખાતે મહાયજ્ઞમાં આહુતિ આપતા મુખ્યમંત્રી: ભકતો ઉમટયા

06 November 2018 11:51 AM
Bhavnagar Gujarat
  • પાલીતાણાના કાળભૈરવ મંદિર ખાતે મહાયજ્ઞમાં આહુતિ આપતા મુખ્યમંત્રી: ભકતો ઉમટયા
  • પાલીતાણાના કાળભૈરવ મંદિર ખાતે મહાયજ્ઞમાં આહુતિ આપતા મુખ્યમંત્રી: ભકતો ઉમટયા
  • પાલીતાણાના કાળભૈરવ મંદિર ખાતે મહાયજ્ઞમાં આહુતિ આપતા મુખ્યમંત્રી: ભકતો ઉમટયા

જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવીયા, રાજેન્દ્રભાઈ ત્રિવેદીની પણ ઉપસ્થિતિ: મહાઅભિષેક કર્યો

Advertisement

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.6
ભાવનગર જીલ્લાનાં પાલીતાણાનાં પ્રસિદ્ધ કાળભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહીતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજે કાળી ચૌદશ નીમીતે પાલીતાણાનાં પ્રસિદ્ધ શ્રી કાળ ભૈરવ મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચન થાય છે. આ વર્ષે પણ રાજયનાં મુખ્યમંત્રી સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી મહાયજ્ઞમાં આહુતિ આપી હતી. કાળ ભૈરવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાળભૈરવ પીઠનાં ગાદીપતિ રમેશભાઈ શુકલનાં જણાવ્યા મુજબ મહાઅભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ અને કાલભૈરવનું વિશેષ પૂજન સહીતના કાર્યક્રમો મુખ્યમંત્રી સહીતનાં મહાનુભાવો અને ભકતજનોની વિશાળ હાજરીમાં ઉજવાયેલ.


Advertisement