અમદાવાદમાં મોડીરાત્રે ફટાકડા ફોડનાર વધુ એક શખ્સની ધરપકડ

06 November 2018 11:50 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં મોડીરાત્રે ફટાકડા ફોડનાર વધુ એક શખ્સની ધરપકડ

Advertisement

અમદાવાદ તા.6
ફટાકડા ફોડવાના કાયદા-જાહેરનામાનો ભંગ કરવા બદલ અમદાવાદમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવતા ઉહાપોહ સર્જાયો છે. બે દિવસ પુર્વે પણ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી પણ ફટાકડાના ધૂમપછાડા કરતી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના સૂત્રોએ કહ્યું કે મોડીરાત્રે ફટાકડા ફોડતા શખ્સને પાડોશીએ ટપાર્યો હતો અને ફટાકડા નહીં ફોડવા સૂચવ્યું હતું છતાં ધૂમધડાકા ચાલુ રાખતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેના
આધારે રામોલ પોલીસે ધસી જઈને ધરપકડ કરી હતી.
સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા પર નિયંત્રણો જાહેર કર્યા છે જેના અનુસંધાને ગુજરાતમાં શહેર જીલ્લાઓમાં રાત્રે 8થી10 ફટાકડા ફોડવાના જાહેરનામા જારી કરવામાં આવ્યા છે. આ કાયદાનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શખ્સની ધરપકડ કરીને તેને જામીન પર મુકત કર્યો હતો. દિવાળી ટાણે પોલીસની આવી કાર્યવાહી સામે લોકોમાં ઉહાપોહ છે.


Advertisement