સ્વાઈન ફલુનો ભરડો: સૌથી વધુ કેસમાં ગુજરાતનો ત્રીજો નંબર

06 November 2018 11:42 AM
Ahmedabad Gujarat
  • સ્વાઈન ફલુનો ભરડો: સૌથી વધુ કેસમાં ગુજરાતનો ત્રીજો નંબર

ચાલુ વર્ષે 1879 કેસોમાં 63 મોત: મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ, રાજસ્થાનનો બીજો ક્રમ

Advertisement

અમદાવાદ તા.6
ગુજરાતના ઘણા ભાગોમાં સ્વાઈન ફલુએ કહેર વરતાવ્યો જ છે અને મોતનો સિલસિલો જારી રહ્યો હોય તેમ રાજયમાં વધુ બેના મોત થવા સાથે ચાલુ વર્ષનો મૃત્યુઆંક 63નો થયો છે. સપ્ટેમ્બરથી સ્વાઈન ફલુના કેસોમાં જોરદાર વધારો થઈ રહ્યોછે. 22મી ઓકટોબરની સ્થિતિએ સ્વાઈન ફલુના સૌથી વધુ 1646 કેસો ધરાવતુ ગુજરાત દેશનું ત્રીજુ રાજય છે.
સ્વાઈન ફલુના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે અને બીજા ક્રમે
રાજસ્થાન છે. ગત વર્ષે સૌથી વધુ કેસ અને મોતમાં ગુજરાત બીજા સ્થાને હતું.
નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના આંકડાઓ મુજબ ગુજરાતમાં 5મી નવેમ્બર સુધીમાં સ્વાઈન ફલુના 1879 કેસો નોંધાયા છે અને 63ના મોત થયા છે. રાજયના વિવિધ ભાગોમાં હજુ 129 દર્દીઓ સારવાર હેઠળ છે.
તબીબોના કહેવા પ્રમાણે નવરાત્રીથી સ્વાઈન ફલુના કેસો વધી રહ્યા છે. રાજય સરકારે સતર્ક થઈને જાગૃતતા વધારવાની કદમ ઉઠાવ્યા છે છતાંકેસો વધતા
જ રહ્યા છે. ગુજરાતમાં ત્રણ પ્રકારના વાયરસ મૌજુદ છે. ત્રણેય માટેની દવા ઉપલબ્ધ છે પરંતુ પ્રાથમીક તબકકે જ નિદાન થાય તો ઉપયોગી બને છે.
વાસ્તવમાં દર્દીઓ ન્યુમોનીયા જેવા દર્દ થઈ જાય પછી જાગૃત થાય છે. વાયરસને કાબુમાં લેવામાં વ્યવસ્થિત હાથ ધોવા તથા શરીર સ્વચ્છ રાખવાનું
અગત્યનું છે.
ગુજરાતમાં વાયરસનો અભ્યાસ કરનારી નિષ્ણાંત ટીમના કથન મુજબ સૌરાષ્ટ્ર કરતા કચ્છમાં સ્વાઈન ફલુના કેસ વધુ છે એટલે તાપમાન અને ભેજને કારણે તે ફેલાતો હોવાનું માલુમ પડતુ નથી. ગુજરાતના અન્ય ભાગો કરતા કચ્છમાં સ્વાઈન ફલુનો પગપેસારો 3-4 સપ્તાહ મોડો થતો હોવા વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વાઈન ફલુના લક્ષણ
માથામાં દુખાવો, તાવ, ગળામાં બળતરા, કફ, શરીરમાં કળતર, ઝાડા-ઉલ્ટી


Advertisement