ભારત-વિન્ડીઝ મેચ પુર્વે રાતોરાત સ્ટેડીયમનું નામ બદલાઈ ગયુ

06 November 2018 11:38 AM
Sports
  • ભારત-વિન્ડીઝ મેચ પુર્વે રાતોરાત સ્ટેડીયમનું નામ બદલાઈ ગયુ

લખનૌમાં 24 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચ: ઈકાના સ્ટેડીયમને વાજપેયી નામ અપાયુ

Advertisement

લખનૌ તા.6
ઉતરપ્રદેશમાં ભાજપની યોગી સરકાર દ્વારા શહેરોના નામો બદલવાનો દોર શરુ કર્યા બાદ હવે સ્ટેડીયમના નામમાં પણ રાતોરાત બદલાવ કરાયો છે.
ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે આજના મેચ પુર્વે રાતોરાત જ સ્ટેડીયમનું નામ બદલાવી નાખવામાં આવ્યું છે. ઈકાના સ્ટેડીયમનું નામ બદલાવીને અટલબિહારી વાજપેયી સ્ટેડીયમ રખાયુ છે. રાજયપાલ દ્વારા પણ તેને મંજુરી આપી દેવામાં આવી છે.
લખનૌમાં 24 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાનો છે. આજે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટી20 ટકકર છે. હવે આ મેચ ઈકાનાને બદલે સતાવાર રીતે ભારતરત્ન અટલબિહારી વાજપેયી સ્ટેડીયમ પર રમાતો હોવાનું બોલાશે.


Advertisement