કર્ણાટક પેટાચૂંટણીમાં જનતાદળ (એસ) કોંગ્રેસ ગઠબંધન આગળ

06 November 2018 11:31 AM
India Politics
  • કર્ણાટક પેટાચૂંટણીમાં જનતાદળ (એસ) કોંગ્રેસ ગઠબંધન આગળ

રાજયના એક વર્તમાન અને બે પુર્વ મુખ્યમંત્રીઓના પરિવારની પ્રતિષ્ઠા દાવ પર : લોકસભાની ત્રણ માંથી બે બેઠકો અને બે ધારાસભા બેઠકો પર શાસક ગઠબંધનને નિર્ણાયક સરસાઈ: એક લોકસભા બેઠક પર ભાજપ આગળ: વિપક્ષની છાવણીને નવું ટોનિક : રાજયના મુખ્યમંત્રી કુમારસ્વામીના પત્ની અનિતા ધારાસભા બેઠક જીતવા ભણી: પુર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રએ કોંગ્રેસ શાસનના પુર્વ સીએમ બાંગરપ્પાના પુત્ર પર લોકસભા પેટા ચૂંટણીમાં સરસાઈ

Advertisement

નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનારી ઓલ રાજયોની વિધાનસભા ચૂંટણી અને તે બાદની લોકસભા ચૂંટણી પુર્વે મતદારોના મૂડ જેવી કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને ધારાસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં છેલ્લી સ્થિતિ મુજબ બે લોકસભા અને બે ધારાસભા બેઠક પર જનતાદળ (એસ) કોંગ્રેસ ગઠબંધન આગળ છે. જયારે લોકસભાની એક બેઠક પર ભાજપના પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એમ.યેદુરપ્પાના પુત્ર તેના નજીકના હરીફથી આગળ દોડી રહ્યા છે. આ પાંચ બેઠકો પર કુલ 31 ઉમેદવારો મેદાનમાં આ ચૂંટણી યેદુરપ્પાના પુત્ર મુખ્યમંત્રી કુમાર સ્વામીના પત્ની અને પુર્વ મુખ્યમંત્રી શ્રી એસ.બાંગરપ્પાના પુત્ર સહીતના દિગ્ગજ પરિવારો મેદાનમાં છે.
શિવમોગા લોકસભા બેઠક પર પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદુરપ્પાના પુત્ર રાઘવેન્દ્ર તેમના નજીકના હરીફથી 4000 મતોથી આગળ છે. જયારે બેલારી લોકસભા બેઠક પર કોંગ્રેસના વી.એસ.ઉગ્રપ્પા તેના ભાજપના હરીફ જે. શાંથા સામે 1 લાખથી વધુ મતોથી આગળ દોડી રહ્યા છે. કાઉન્ટીંગના દરેક રાઉન્ડમાં તેમની લીડ સતત વધી રહી છે. જયારે પાંડપા લોકસભા બેઠક પર જનતાદળ (એસ)ના ઉમેદવાર તેના ભાજપના હરીફથી 109066 મતોથી આગળ ચાલી રહ્યા છે. ધારાસભાની બન્ને પેટાચૂંટણીમાં જનતાદળ (એસ) કોંગ્રેસ ગઠબંધન આગળ છે. રાજયના મુખ્યમંત્રી શ્રી બી.કુમાર સ્વામીના પત્ની અનિતા કુમાર સ્વામી તેમના ભાજપના ઉમેદવાર ચંદ્રશેખરથી 8430 મતોથી આગળ છે. જામબંડી ધારાસભા બેઠક પર કોંગ્રેસના આનંદસિંહ તેના ભાજપના ઉમેદવાર શ્રીસંત સુબારાવથી 55433 મતોથી આગળ છે.
આ ચૂંટણીને રાજયમાં જનતાદળ (એસ) કોંગ્રેસ ગઠબંધનની લોકપ્રિયતા અને રાજયના ત્રણ ટોચના નેતા મુખ્યમંત્રી શ્રી બી.એસ.કુમારસ્વામી પુર્વ મુખ્યમંત્રી શ્રી સિદ્ધરમૈયા અને ભાજપના અગ્રણી અને પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદુરપ્પાની વ્યક્તિગત તાકાત તરીકે પણ નોંધાઈ રહ્યું છે. જેમાં શ્રી યેદુરપ્પા તેમના પુત્રને વિજેતા બનાવવામાં સફળ રહેશે તો લાંબા સમય બાદ ભાજપને લોકસભા પેટાચૂંટણીમાં વિજય મળશે. આ ચૂંટણીમાં યેદુરપ્પાના પુત્ર સામે રાજયના પુર્વ મુખ્યમંત્રી બાંગરપ્પાના પુત્ર વધુ બાંગરપ્પા સામે લડે છે જેમાં હાલ યેદુરપ્પાના પુત્ર આગળ છે.


Advertisement