મલાઈકા અને અર્જુન એપ્રિલમાં લગ્ન કરશે?

06 November 2018 11:17 AM
Entertainment
  • મલાઈકા અને અર્જુન એપ્રિલમાં લગ્ન કરશે?

Advertisement

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં હોવાની ચર્ચા બાદ હવે તેઓ એપ્રિલમાં લગ્ન કરશે એવી વાતો ચાલી રહી છે. મલાઈકા અને અર્જુન ઘણી વાર સાથે જોવા મળી રહ્યા છે અને તેઓ એકબીજાનો હાથ પકડીને ચાલતા પણ જોવા મળ્યા છે. તેઓ આવતા વર્ષે લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. મલાઈકાએ હાલમાં જ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં હાજરી આપી હતી. આ શોમાં કરણે તેને કહ્યું હતું કે તે તેનો હાથ પકડીને તેના લગ્નના મંડપમાં લઈ જવા માટે ખૂબ જ આતુર છે અને એ બહુ જલદી જોવા મળશે એવું પણ તેણે કહ્યું હતું. કરણે કરેલી આ કમેન્ટને લઈને હવે તેઓ એપ્રિલમાં લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે.


Advertisement