સલમાન ખાને કેન્સર સામે લડી રહેલા બાળકની મુલાકાત લીધી

06 November 2018 11:16 AM
Entertainment
  • સલમાન ખાને કેન્સર સામે લડી રહેલા બાળકની મુલાકાત લીધી

Advertisement

મુંબઈ તા.૬ સલમાન ખાનનો અેક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે જેમાં તે હોસ્પિટલના અેક બાળક સાથે સમય પસાર કરતો દેખાઈ રહયો છે. અા વિડિયો પરેલમાં અાવેલા તાતા મેમોરિયલ હોસ્પિટલનો કહેવામાં અાવી રહયો છે. સલમાન જે બાળક સાથે વાત કરી રહયો છે તે કેન્સરણીડિત છે. અા વિડિયો ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના અેક ફેનરુપેજ દ્વારા શેર કરવામાં અાવ્યો છે. અા વિડિયો શેર કરતા લખવામાં અાવ્યું હતું કે ગોવિંદાઅે સલમાનને વિનંતી કરી હતી કે તેની પત્ની સુનીતાના ભત્રીજાની તે મુલાકાત લે જે કેન્સર સામે લડી રહયો છે. સલમાને તેની તો મુલાકાત લીધી જ હતી, પરંતુ સાથે અન્ય બાળકોની પણ મુલાકાત લીધી હતી.


Advertisement