હવે ટૂથપેસ્ટ પુર્વે કોપી-પેષ્ટ...

06 November 2018 11:08 AM
Gujarat Off-beat
  • હવે ટૂથપેસ્ટ પુર્વે કોપી-પેષ્ટ...

મોબાઈલમાં લોગ-આઉટ થઈને જ ઉંઘમાં લોગ-ઈન શકય : મોબાઈલ હાથમાં ન હોય તો લોહી દોડતું બંધ થયાનો અહેસાસ: થોડો સમય ચેક ન કરો તો ગુસ્સો પણ આવી જવાની કબુલાત : ગુજરાતીઓની નવી આદત: 55% થી વધુ ગુજરાતીઓની કબુલાત: સરેરાશ સાત કલાક મોબાઈલ પર જાય છે

Advertisement

અમદાવાદ: ગુજરાતીઓ હવે તેમની સવારની આદત બદલવા લાગ્યા છે. ખાસ કરીને શિયાળામાં વહેલી સવારના વોકીંગ કરવા જનારની સંખ્યા વધી છે તો જીમ પણ ભરચક હોય છે. તેની સાથે ગુજજુઓ વોકીંગ કરતા હોય કે જીમમાં સોશ્યલ મીડીયા સાથે જોડાઈ રહેવાની તેમની નવી આદત આપણે માર્ગ પર પણ જોઈશકીએ છીએ પણ હવે તો ગુજરાતીઓની સવાર પણ ઈશ્ર્વરના દર્શનથી નહી વોટસએપના મેસેજથી થાય છે. હાલમાં જ એક અભ્યાસમાં જણાયું કે 55% ગુજરાતીઓ સવારના ઉઠતા જ બેડમાં જ તેના મોબાઈલ ફોન પર સોશ્યલ મીડીયાના અપડેટ ચકાસી લે છે. જયારે 21થી30 વર્ષના 50%થી વધુ ગુજરાતીઓ સરેરાશ 7 કલાક સોશ્યલ મીડીયા પર ગાળે છે. રક્ષા શક્તિ યુનિ.ના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈનચાર્જ ડીરેકટર ડો. પ્રિયંકા શર્માએ કરેલા રીસર્ચ મુજબ 14% લોકોએ કબુલ્યુ કે જો તે ફોનને રેગ્યુલરી ચેક ન કરે તો બેચેની મહેસુસ કરે. 21% લોકો જો તેના હાથમાં મોબાઈલ ન આપે તો આઉટ ઓફ મૂડ મહેસૂસ કરે છે અને ગુસ્સે પણ ઝડપથી થઈ જાય છે. આ અભ્યાસમાં મોબાઈલ, સોશ્યલ મીડીયાની નેગેટીવ અસરનો અભ્યાસ કર્યો હતો. 21થી40 વર્ષની વયજૂથના 23% લોકોએ સ્વીકાર્યુ કે લોકોમાંથી 23% અને 11-20 વર્ષની ઉંમરના 7% લોકો સરેરાશ 7 કલાક તેના મોબાઈલ પર ગાળે છે. આ સર્વેમાં શહેર-અર્ધશહેરી અને ગ્રામીણ ક્ષેત્રના 4000થી વધુ લોકોનાં મંતવ્ય લેવામાં આવ્યા હતા. જેમાં વોટસએપ સૌથી લોકપ્રિય માધ્યમ છે. ફેસબુક બીજા ક્રમે આવે છે. હવે ડીઝીટલ પ્લેટફોર્મ આપણા રોજબરોજના કામના પણ માધ્યમ બની ગયા છે તેની કોઈ મેસેજ સુકાઈ ન જવાય તેવા કારણોથી પણ વોટસએપ જોવું જરૂરી બની ગયું છે.
હવે એવી જોક થાય છે કે હવે ટૂથપેસ્ટ પુર્વે કોપીરાઈટ થાય છે. લોકો હવે ફોન તેના હાથમાં હોય તો જ લોહી દોડતું અનુભવે છે.
પરંતુ માતા-પિતા કે ફેમીલીની આ સ્થિતિથી હવે નાના બાળકો પણ મોબાઈલ કે કોઈ ગેજેટના બંધાણી થવા લાગ્યા છે. છેક 2 વર્ષના બાળકને હવે મોબાઈલ એ કોઈ રમકડુ નહી મનોરંજનનું સાધન તરીકે આનંદ આપે છે.


Advertisement