ટી20માં ઝડપે 1000 રન બનાવવાનો વિક્રમ હવે પાકીસ્તાનના બાબરના નામે

05 November 2018 06:27 PM
Sports
  • ટી20માં ઝડપે 1000 રન બનાવવાનો વિક્રમ હવે પાકીસ્તાનના બાબરના નામે

વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો

Advertisement

દુબઈ તા.5
પાકીસ્તાની ક્રિકેટર બાબર આઝમે ટી-20માં સૌથી વધુ ઝડપે 1000 રન બનાવવાનો રેકોર્ડ કર્યો છે. તેણે 26 મેચની 26મી ઈનિંગ્ઝમાં પોતાના 1000 રન પુરા કર્યા હતા. અત્યાર સુધી આ રેકોર્ડ ભારતીય કપ્તાન વિરાટ કોહલીના નામે હતો. વિરાટે 29 મેચની 27મી ઈનિંગ્ઝમાં 1000 રન પુરા કર્યા હતા.
બાબરે ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની ટી20 મેચમાં 58 દડામાં 79 રન કર્યા હતા. પાકીસ્તાનની ઈનિંગ્ઝની 12મી ઓવરના ચોથા બોલે આખરે 1 રન લઈ ટી20 મેચમાં 1000 રન પુરા કર્યા હતા. બાબરે આવો રેકોર્ડ રચવા ડેબ્યુ પછી બે વર્ષ 58 દિવસનો સમય લીધો હતો. સપ્ટેમ્બર 2016માં મેન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે તેણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
ગઈકાલની મેચમાં પાકીસ્તાને ન્યુઝીલેન્ડને પરાજય આપ્યો હતો, અને એ સાથે ત્રણ મેચોની ટી20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી.


Advertisement