દિપાવલીની સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં

05 November 2018 06:10 PM
Rajkot Gujarat
  • દિપાવલીની સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં

રૈયાધાર ખાતે સ્લમ વિસ્તારના બાળકો સાથે દિપાવલી મનાવશે: શ્રી શ્રી રવિશંકરના કાર્યક્રમમાં હાજરી તથા વિમલનાથ જીનાલયે આરતી કરશે: પરિવારના વ્યવસાયિક ચોપડાપૂજનમાં પણ હાજરી આપશે

Advertisement

રાજકોટ તા.5
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દિપાવલીના શુભ દિને રાજકોટ આવી રહ્યા છે તેઓ તા.7ના રોજ સવારે ગાંધીનગરથી કચ્છ જશે અને અહી સીમા પર જવાનો સાથે સવારે દિપાવલી વિતાવશે અને ભોજન પણ ત્યાં જ કરશે. બાદમાં બપોરે 4.30 કલાકે મુખ્યમંત્રી રાજકોટ ખાતે આવી પહોંચશે અને તેઓ રૈયા ધાર ખાતે ગરીબોની વસ્તીમાં દિપાવલી મનાવશે. બપોરે 5.30 કલાકે તેઓ રાજકોટમાં આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં યોજાનાર દિપાવલી કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે અને બાદમાં તેઓ અહીથી વિમલનાથ જીનાલય કાલાવડ રોડ પર રાત્રીના 8.30ની આસપાસ દિપાવલી આરતીમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ શહેરના ગરેડીયાકુવા રોડ પર તેમના પરિવારના વ્યવસાયિક સ્થાને યોજાનાર ચોપડાપૂજનમાં પણ ભાગ લેશે અને બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થશે.
શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ દિપાવલીની સાંજ રાજકોટમાં જ વિતાવે છે. જયારે નવુ વર્ષ તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ ખાતે નૂતન વર્ષની શુભેચ્છા આપવા આવનાર મહાનુભાવો સાથે ગાળે છે.


Advertisement