ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો

05 November 2018 06:02 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
  • ગાંધીનગરમાં ઘુસેલો દિપડો ભારે જહેમત બાદ પાંજરે પુરાયો

મધરાતે સચીવાલયના ગેટ નં. 7 પાસે દિપડો નજરે ચડયા બાદ જંગલી પ્રાણીને પકડવા જબરુ ઓપરેશન : વ્હેલી સવારે જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા સચીવાલય સહિતના વિસ્તારોને ફેંદી નંખાયા: સીસીટીવીમાં ઝડપાયેલ દીપડો લાંબી જહેમત બાદ શોધાયો : રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે દિપડો હોવાના સંકેત બાદ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા તપાસમાં નાલામાં ફસાયો હોવાનું જાહેર થયું: હવે પાંજરે પુરવા કવાયત: જુનાગઢ સહિતના જંગલ રેન્જમાંથી ખાસ ટીમો દોડાવાઈ

Advertisement

ગાંધીનગર તા.5
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગઈકાલે રાત્રે બે વાગ્યે એક દિપડાએ દેખા દીધી હતી અને બાદમાં આ દિપડાને શોધવા માટે રાજયના વનવિભાગ દ્વારા જબરી કાર્યવાહી છેડવામાં આવી હતી. રાત્રીના દિપડો સચીવાલયના ગેટ નં.7 પાસે નજરે ચડયો હતો અને તુર્તજ એલર્ટ કરી દેવામાં આવ્યો હતો તથા સીસીટીવી કેમેરામાં આ દીપડાની હિલચાલ પણ ઝડપાઈ હતી જેને કારણે આજે સવારે સમગ્ર સચીવાલય વિસ્તાર સહીતના એરીયામાં જબરુ સર્ચ ઓપરેશન ચલાવાયુ હતું. બાદમાં વધુ એક દિપડો હોવાના પણ સમાચાર આવ્યા હતા. રાજભવન, નર્સરી તથા પોલીસ વન વચ્ચે દીપડો હોવાના ખ્યાલ બાદ જંગલખાતાની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને લાંબી શોધખોળને અંતે એક નાલામાં દીપડો ફસાયો હોવાનું શોધી કઢાતા સમગ્ર એરીયાને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. નાલુ ઉંડુ છે અને દીપડો છલાંગ મારીને બહાર નીકળી શકે તેમ નથી અને તેથી તેને દોરડાથી બાંધી પાંજરા પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને આખા ગાંધીનગરમાં હાશકારો અનુભવ્યો છે. દિપડાનું લોકેશન ન મળતા બપોરે 1 વાગ્યા સુધી સચીવાલયનું કામકાજ ખોરવાઈ ગયું હતું ત્યાંજ અચાનક બપોરે 1.30ની આસપાસ રાજભવન, નર્સરી અને પોલીસ વન વચ્ચે દીપડો નજરે ચડયો હોવાનું જાહેર થતાં જ સમગ્ર ઓપરેશન તે બાજુ લઈ જવાયું હતું. જો કે જંગલ ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ દીપડો આ ઝડપે સચીવાલયથી રાજભવન નર્સરી સુધી પહોંચી શકે નહી. ઉપરાંત અહી વહેલી સવારથી દીપડાને શોધવા માટે ઓપરેશન ચાલતુ હોવાથી તમામ માર્ગો પર જબરી ચહલ પહલ હતી અને તેના કારણે પણ દીપડો બહાર ન આવે તે સ્વાભાવિક છે અને તેથી હવે એક નહી બે દિપડા હોવાનું અનુમાન લગાવાયું છે. પરંતુ અંતે એક જ દીપડો હોવાનું જાહેર થયું છે અને હવે તેને પાંજરે પુરવાની કવાયત શરુ કરાઈ છે.

સીસીટીવી ફુટેજમાં દીપડો ચપળતા પૂર્વક સરકતો નજરે ચડતો હતો
ગાંધીનગરમાં 160 જેટલા સીસીટીવી ગોઠવાયા છે અને તેમાં દીપડો ગેઈટ નં.7 પાસેથી આગળ વધતો નજરે ચડે છે. પરંતુ કયાંય તે ફીઝીકલ નજરે ન ચડતા અને ઓચીંતો રાજભવન, નર્સરી તથા પોલીસ વન વચ્ચે વધુ એક નાલામાંથી તે મળી આવ્યો હતો.

સચીવાલયનું કામકાજ ત્રણ કલાકથી વધુ સમય ખોરવાયુ: ઠેર ઠેર પાંજરા મુકાયા
ગાંધીનગરમાં ગઈકાલે રાતથી દીપડો નજરે ચડયો હોવાના અહેવાલ બાદ આજે સવારે 10 વાગ્યા સુધી સચીવાલય અને તેના આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજમાં દીપડો નજરે ચડતો હતો પરંતુ તે કયાંય ફીઝીકલ નજરે ન ચડતા જંગલ ખાતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી અને દીપડો ગમે ત્યાં સંતાયો હોય તથા ઓચીંતો હુમલો કરે તેવા ભયથી સચીવાલયના ગેઈટ બંધ કરી દેવાયા હતા તથા લગભગ ત્રણ કલાક સુધી સચીવાલયમાં કોઈને જવા દેવાયા ન હતા. બાદમાં આ વિસ્તારમાં દીપડો નથી તેવુ જાહેર કરાયા બાદ સચીવાલયનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે.

અંતે દિપડાને બેભાન કરવામાં સફળતા: હવે જંગલ ખાતાનાકર્મચારી નાલામાં ઉતરશે
ગાંધીનગરમાં રાજભવન નર્સરી પાસે લોકેટ થયેલા દિપડાને જંગલ ખાતાના અધિકારીઓએ ખાસ ગનથી બેભાન કરતી સોય તેના શરીરમાં દાખલ કરીને દિપડાને બેભાન કરી દીધો છે અને હવે તેને સલામત બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.


Advertisement