અાજથી ત્રણ દિવસ શ્રી હરિચરિત્ર કથામૃતનું દિવ્ય અાયોજન: કથાનું રસપાન સંતો કરાવશે

05 November 2018 04:55 PM
Rajkot Dharmik
  • અાજથી ત્રણ દિવસ શ્રી હરિચરિત્ર કથામૃતનું  દિવ્ય અાયોજન: કથાનું રસપાન સંતો કરાવશે

સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળના અાંગણે

Advertisement

રાજકોટ તા. પ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકલના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધમૅજીવનદાસજી સ્વામી જેમની નિશ્રામાં સંત દીક્ષા લીધેલ તેવા પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીની અક્ષરવાસ શતાબ્દી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર દ્રારા ઉજવાશે. વેડરોડશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં અા નિમિત્તે ત્રિદિવસીય કથા પારાયણનું અાયોજન કરવામાં અાવેલ છે. જેવા વકતાપદે વિદ્રાન શાસ્ત્રીશ્રી ચૈતન્યસ્વરૂપ દાસજી તથા શાસ્ત્રીશ્રી મંગલસ્વરૂપદાસજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર અમરેલી જીલ્લાના વાંકીયા ગામે જન્મેલા શ્રી ગોપીનાથદાસજી સ્વામીઅે વડતાલના અાચાયૅશ્રી ભગવતપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધેલ. સાત વષૅ સુધી સંસ્કૃત અભ્યાસ કરેલ. અે દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણ મળેલા શ્રી અદભૂતાનંદ સ્વામીની રાત્રે ચરણ સેવા કરતાં અાખી રાત વીતિ ગઈ. બિમાર અદભૂવિનંદ સ્વામી સવારે પાંચ વાગ્યે જાગ્યા તો શ્રી ગોપીનાથદાસજીને સેવા કરતાં કહ્યું: અરે, અાખી રાત તમે સેવા કરતાં રહ્યા... દયાળુ સંત અદભૂતાનંદ સ્વામીઅે બેઠા થઈ શ્રી ગોપીનાથ સ્વામીના માથે બે હાથ મૂકી દીધા અને અાશીવાૅદ વરસાવતા કહ્યું, પુરાણી, તું વિધામાં પારંગત થઈશ. વિદ્રાનોમાં તારૂં સ્થાન અાગળ રહેશે. સંપ્રદાયની સેવાનો તું યશભાગી થઈશ. ભગવાન તને અંતકાળે અગાઉ દશૅન દઈને ધામમાં તેડી જશે!! સેવા દ્રારા મળેલ રાજયોને પ્રતાપે સારા વિદ્રાન થયા. સને ૧૯૦૮માં કાશીમાં વિદ્રાનોઅે જાહેર કયુઁ કે સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે. ત્યારે તે સામે શાસ્ત્રથૅ કરવા વાતાલના તત્કાલિન અાચાયૅશ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ તથા અમદાવાદના શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ શ્રી ગોપીનાથ પુરાણી સ્વામી અાદિ વિદ્રાન સંતોને કાશી શાસ્ત્રાથૅમાં મોકલ્યા. ત્રણસો વિદ્રાનોની સભામાં અા સંતોઅે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે શાસ્ત્રની સાથે સાબિત કરી અાપ્યું. જેને ત્યાંથી વિદ્રતસભાઅે સંપ્રદાયને વૈદિકતાની માન્યતા અાપી. વિદ્રાન હોવા છતાં ગૌશાળાની સેવા સત્સંગ પ્રવતૅન કથા વતાૅ સાથે છાણા થાપવા અાદિની સેવા કરતાં રહ્યા. છેવટે સને ૧૯૧૮ માં હડકીયા રોગમાં સપડાયેલ સંતોની સેવા કરતાં પોતે જ થાકને લીધે માંદા થતાં સંવત ૧૯૭૪ની ધનતેરસની મોડી રાત્રીને ચૌદશની વહેલી સવારે ગોંડલ મુકામે ભગવાનશ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે તેડવા પધારતાં અક્ષરધામ સીધાવેલ. અા સંતના અાજે શતાબ્દી અવસરે દિવાળીના પૂવૅ સંઘ્યાના દિવસે ધનતેરસરુચૌદશને દિવાળી અામ ત્રણ દિવસ કથા પારાયણનું અાયોજન વેડરોડરુસુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરાયું છે. બપોરે ૩રુ૩૦ થી ૬રુ૩૦ ને રાત્રે અારતી લાભ બાદ ૮.૩૦ થી ૧૦.૩૦ કથા થશે. પુરાણી શ્રી ધમૅવલ્લભ દાસજી સ્વામી અાશીવાૅદ પાઠવશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજશ્રી ધમૅજીવનદાસજી સ્વામીના ગુરુવયૅ પુરાણીશ્રી ગોપીનાથદાસજી સ્વામીના અક્ષરવાસ શતાબ્દી પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારના મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અાદિની શતશત દંડવત સહ ભાવાંજલિ અાપી છે.


Advertisement