અાજે ધનતેરસ : સ્વાસ્થ્યની સંપદાથી જ સમૃઘ્ધ થઈ શકાય અેવી સ્મૃતિનું પવૅ

05 November 2018 02:06 PM
Dharmik
Advertisement

દિવાળીઅે દીપ દાનનું મહાપવૅ છે. દિપ અે પ્રકાશનું, જ્ઞાનનું સાચી સમજનું સુંદર પ્રતીક છે. અંધકાર પર પ્રકાશન, અજ્ઞાન પર જ્ઞાનના, અાસુરી વૃતિ પર સદવૃતિના વિજયનું મહાપવૅ અેટલે, 'દિપોત્સવ' કોડીયું. તેલ, વાટ અને જયોતનું સમન્વય સધાય અેટલે, દિવડો પ્રગટે અને તમસ ટેરવે બાઝે સત્યરૂપી સાધનાનું કોડીયું, તપ, ત્યાગ અને તિતિક્ષાનું તેલ, સ્નેહ, સમપૅણ અને દયા, દ્રષ્ટિની વાટ ક્ષમારૂપી જયોત અને જ્ઞાન રૂપી કાંડી, જો અા પાંચ સદગુણો ભીતર પ્રગટે તો જ અાત્મરૂપી દિવડો પ્રગટે અને 'જયોત સે જયોત જલે' દિપાવલી અે પાંચરુઉપરુપવોૅને ઉજાગર કરતી. જોડતી સોનેરી શૃંખલા છે. અા પાંચ પવોૅ અેટલે, ધનતેરસ, કાળી ચૌદશ, દિપાવલી નુતન વષૅ અને ભાઈબીજ. સવોૅપરિતાની સ્વામીની શ્રી લક્ષ્મી ધનનું પૂજન અેટલે, ધનતેરસ. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, જયારે જયારે ભગવાન વિષ્ણુ અવની ઉપર અવતાર ધારણ કરે છે. ત્યારે લક્ષ્મીજી તેની સાથે રહે, શ્રીરામ સાથે સીતા શ્રીકૃષ્ણ સાથે રાધા વિ. શતપથ બ્રાહ્મણમાં શ્રીની ઉત્પતિનું વણૅન કરે છે. તે પ્રજાપિતાના અંત:કરણમાંથી અાવિૅભૂત થાય છે. અપૂવૅ અોજસ અોજસ અને સૌંદયૅથી તે સંપન્ન છે. પ્રજાપિતા સ્તુતિ કરે છે અને બદલામાં સજૅન શકિત અને ક્ષમતાનું વરદાન પ્રાપ્ત કરે છે. ધનલક્ષ્મી, ગજલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજયલક્ષ્મી, અૈશ્ર્વયૅલક્ષ્મી, વીરલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી અને સંતાન લક્ષ્મી. અાના પણ અલગ, અલગ ફળ છે. વિષ્ણુ અને માકૅન્ડેય પુરાણમાંરુભૃગુઋષિ અને ખ્યાતિ દ્વારા ઘાતા, વિધાતા અને લક્ષ્મીનામક પુત્રી દશાૅવવામાં અાવી છે. જયારે દક્ષની ચોવીસ પુત્રીઅોમાં બીજી પુત્રીનું નામ લક્ષ્મી દશાૅવવામાં અાવ્યું છે. અન્ય પુરાણોમાં શ્રી અને લક્ષ્મીને અેક જ માનવામાં અાવે છે. અામ શ્રીને ભારતીય, ધમૅ અને સાંસ્કૃતિમાં અાટલું મહત્વ શા માટે અાપવામાં અાવ્યું છે. અેના ઉપર ચિંતન કરવાથી સહેજે સમજાયી જાય કે, અાત્મિક અને ભૌતિક પ્રગતિના સંતુલિત, સમન્વયથી જ વ્યકિત અને તેના વ્યકિતનો સવાૅગી વિકાસ શકય છે. અા દિવસે ગુજરાતમાં મહાકાળી, અને મહાસરસ્વતીનું પૂજન કરાય છે. સરસ્વતીઅે ચિત શકિત છે. રજપ્રધાન બ્રહ્મશકિતને મહાસરસ્વતી કહી છે. માતા પાવૅતીના શરીરમાંથી ઉત્પન્ન થવાના કારણે તે કૌશિકી' પણ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુઅે અા દિવસે લક્ષ્મીનું પૂજન કયુૅ હતું. ત્યારબાદ બ્રહ્મા, શિવ, ઈન્દ્ર વિ. કયુૅ હતું. અા દિવસે કહેવાય છે કે, લક્ષ્મીની મોટી બહેન 'અલક્ષ્મી' જેને અંધકાર પ્રીય છે તે ઘરમાં પ્રવેશી ન જાય માટે ઘરમાં દિવડા પ્રગટાવવામાં અાવે છે. અેવું પણ કહેવાય છે કે, 'ચંચલા' લક્ષ્મીનું અા દિવસે પૂજન કરવાથી તે 'અચલા' બનીને રહે છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃતિ ચંચળ હોવી ન જોઈઅે. ધન તિજોરીમાં ભરાય તો વાંધો નહીં મગજમાં ન ભરાવું જોઈઅે.લક્ષ્મીનો પ્રસાદ સમજી પાવન થવું જોઈઅે. લક્ષ્મીનારાયણ સાથે અાવે તો ઉઘ્ધાર થાય, પણ જો ધૂવડ ઉપર બેસીને અાવે તો ઘણ ઘણાવી નાખે. અા દિવસે રાજસ્થાનમાં ઘણા બિલાડીને લક્ષ્મીરૂપ માની તેનું પૂજન કરે છે. અા દિવસે ઘનવંતરીનું પણ પૂજન થાય છે. અાને 'ધન્વંતરી યોદશી' પણ કહેવાય છે. અા દિવસે તેઅો 'અમૃત કુંભ' લઈ પ્રગટ થયા હતા. સ્વાસ્થ્ય અે અેક સંપતિ છે. સ્વાસ્થ્યની સંપદાથી જ સમૃઘ્ધ થઈ શકાય અેવી સ્મૃતિ અાપતું પવૅ અેટલે, 'ધનતેરસ'.


Advertisement