રાણાવાવમાં મહિલાઅે ઝેરી ટીકડા ખાઈ લેતા વધુ સારવાર માટે રાજકોટ લવાઈ

05 November 2018 01:19 PM
Porbandar
Advertisement

(બી.બી.ઠકકર) રાણાવાવ, તા. પ રાણાવાવ વાડીમાં રહેતા દક્ષાબેન મનોજકુમાર (ઉ.વ.૪ર) મહિલા પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા મરણ પામેલ.અા અંગેની વિગતો અેવી છે કે દક્ષાબેન ટીકડા ખાઈ ગયા બાદ તાકીદે પોરબંદર હોસ્પિટલ લઈ જવાયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા માટે નીકળતા રસ્તા ઉપલેટા નજીક મરણ જતા દક્ષાબેનનું પી.અેમ. રાણાવાવ સરકારી હોસ્પિટલમાં કરવામાં અાવેલ છે.રાણાવાવ શહેરમાં અાજથી ધનતેરસના દિવસથી દિપોત્સવી તહેવારનો દિવસમાં લોકોને સસ્તા ભાવે ફરસાણ મળી રહે તે માટે રઘુવીર સેનાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ રાયચુરા દ્વારા અાશાપુરા ચોક ખાતે દરેક ફરસાણ કિલોનાં રૂા. ૧૦૦નો ભાવે વેચાણ કરવામાં અાવશે તો જાહેર જનતાને લાભ લેવા જણાવેલ છે.


Advertisement