અંજારના મેઘપરમાં છ વષૅની બાળા સાથે યુવકના અડપલા

05 November 2018 01:17 PM
kutch

પરિણીત શખ્સને પકડી લેતી પોલીસ

Advertisement

ભુજ, તા. પ કચ્છના અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં અાવેલી અેક સોસાયટીમાં ર૩ વષીૅય યુવકે પડોશમાં રહેતી ૬ વષૅની બાળકી સાથે છેડછાડ કરી હોવાનો ઘૃણાસ્પદ બનાવ પ્રકાશમાં અાવતા ચકચાર ફેલાઈ છે. ઘટના અંગે બાળકીની દાદીઅે પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે અારોપીને ઝડપી લીધો હતો. ગત ર૮મી અોકટોબરના સાંજે અા બનાવ બન્યો હતો. બાળકી રમતાં રમતાં યુવકના ઘર તરફ ગઈ હતી. ત્યારે અારોપી પિન્ટુગીરી રેવાપુરી ગોસ્વામીઅે તેની પોતાની પાસે બોલાવી ખોળામાં બેસાડી હતી. બાદમાં તેની સાથે અડપલા કયાૅ હતા. બનાવ સંદભેૅ પોલીસે અારોપી વિરૂઘ્ધ અાઈપીસી ૩૭૬ ઈ, ૩પ૪ અને પોકસો અેકટની કલમ ૬ તળે ફરીયાદ નોંધી દબોચી લીધો છે. અારોપી પરિણીત હોવાનું પી.અાઈ. બી.અાર.પરમારે ઉમેયુૅ હતું.


Advertisement