હરેન પંડયાની હત્યા વણઝારાના ઈશારે શોહરાબુદીને કરી હતી! પુર્વ આઈપીએસનો ઈન્કાર

05 November 2018 12:56 PM
Gujarat
  • હરેન પંડયાની હત્યા વણઝારાના ઈશારે
શોહરાબુદીને કરી હતી! પુર્વ આઈપીએસનો ઈન્કાર

જાણીતા ક્રિમીનલ આઝમખાનના દાવાને નકારાતા એન્કાઉન્ટર ફેઈમ અધિકારી: મારી સામે 2002 થી ષડયંત્ર ઘડાયું છે

Advertisement

રાજકોટ: ગુજરાતમાં બોગસ એન્કાઉન્ટર અને રાજયના પુર્વ ગૃહ રાજયમંત્રી હરેન પંડયાની રહસ્યમય હત્યાનો વિવાદ ફરી ઉખળ્યો છે. શોહરાબુદીન એન્કાઉન્ટરના એક સાક્ષી તથા નામીચા ક્રીમીનલ આઝમખાને એવી સનસનાટીજનક દાવો કર્યો કે પુર્વ ગૃહ રાજયમંત્રી હરેન પંડયાની હત્યા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા રાજસ્થાનના નામીચા અપરાધી સોહરાબુદીને કરી હતી અને આ હત્યા માટે તેને તે સમયના એટીએસ વડા ડી.જી.વણઝારાનો આદેશ હતો. જો કે વણઝારાએ તુર્ત જ આ આક્ષેપ નકારતા કહ્યું કે આઝમખાન ખુદ એક જાણીતો અપરાધી છે અને તેની વાત પર ભરોસો રાખી શકાય નહી. વાસ્તવમાં આ બોગસ એન્કાઉન્ટરની છેક સીબીઆઈ તથા સીટ દ્વારા કરવામાં આવી છે અને કોઈ તબકકે આઝમખાન કે અન્ય કોઈ સાક્ષીએ આ પ્રકારની જુબાની આપી જ નથી. રાજયમાં ત્રણ હત્યા જેમાં રાજકીય કનેકશન હોવાના સંકેત મળ્યા હતા તેમાં હરેન પંડયાની હત્યામાં હજુ કોઈ સંતોષજનક ઉતર આપ્યો જ નથી તો શોહરાબુદીન અને તેના સાક્ષી તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર પણ અગાઉના ‘અપરાધો’ને ઢાંકવા માટે કરાઈ હતી તેવા તારણો ખુલ્લેઆમ ચર્ચાય છે. વણઝારાએ દાવો કર્યો કે મારી સામે 2002 થી જે ષડયંત્ર છે તેનો આ ભાગ છે. પુર્વ આઈપીએસ અધિકારીએ કહ્યું કે જેઓના ક્રીમીનલ રેકોર્ડ હોય તેના નિવેદન પર અદાલતો પણ ભરોસો રાખતી નથી અને દેશના ન્યાયતંત્રમાં પુરો ભરોસો છે અને સત્યનો વિજય થશે તે નિશ્ર્ચિત છે. હરેન પંડયા જે રાજયમાં ભાજપના શક્તિશાળી નેતા ગણાતા હતા અને તેઓએ ખુદનું સ્થાન બનાવ્યું હતું. તેઓની માર્ચ 2003માં અમદાવાદના લો-ગાર્ડન પાસે મોર્નીંગ વોક સમયે હત્યા થઈ હતી ત્યારે શોહરાબુદીનનું 2005માં પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું.


Advertisement