સુરતમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો અધિકારી રૂા.1.40 લાખની રોકડ સાથે ઝપટે ચડયો

03 November 2018 05:04 PM
Gujarat

દિવાળી ટાંકણે ચોક્કસ કારણોસર રજા પર ઉતરેલા સરકારી બાબુ સામે એસીબીએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંઘ્યો

Advertisement

સુરત તા.3
સુરતના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સાથે થયું, તેઓ રજા ઉપર ઉતરી ઉઘરાણા કરવા નિયળ્યા અને વડોદરા પાસે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ તેમને દોઢ લાખ ઉઘરાણાની રકમ સાથે ઝડપી લીધા હતા.
સુરતની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં વર્ગ એકના અધિકારી તરીકે ફરજ બજાવતા આર.વી. પટેલ પોતાની કાર લઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. પટેલે સુરતના અલગ અલગ કંપનીઓ પાસેથી દીવાળીની ગિફ્ટના રૂપમાં રોકડ રકમનું ઉઘરાણું કર્યું હોવાની બાતમી એસીબીને સાંપડી હતી. એ સાથે જ વડોદરા એસીબીના મદદનીશ નિયામક એન.પી. ગોહીલ અને તેમની ટીમે ગોરવા વિસ્તારમાં આર.વી. પટેલની કાર રોકી હતી. તેની તલાસી લીધી તો તેમાંથી અલગ અલગ કંપનીના કવારમાં પડેલા રોકડા રૂ. 1.40 લાખ મળી આવ્યા હતા. આ માહિતીને આધારે વડોદરા એસીબીના ઈન્સપેકટર આર એન દવે જામ્બુવા ચોકડી પાસે ઉભા હતા ત્યારે રાજેશ પટેલની ઈનાવા કાર પસાર થતાં એસીબીના સ્ટાફે કારને અટકાવી તલાશી લેતા તેમાંથી દોઢ લાખ રોકડ મળી હતી આ રકમ અંગે રાજેશ પટેલને પુછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકયા ન્હોતા, જેના કારણે એસીબી દ્વારા તેમની ગેરકાયદે અને અપ્રમાણસર આવક માટે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Advertisement