ચાઈનાના પાંચ વર્ષના છોકરાનો 10 હજાર પુસ્તક વાંચ્યાનો દાવો

03 November 2018 02:02 PM
India
  • ચાઈનાના પાંચ વર્ષના છોકરાનો 10 હજાર પુસ્તક વાંચ્યાનો દાવો

Advertisement

બીજીંગ તા.3
ચાઈનામાં એક પાંચ વર્ષના છોકરાએ કોમ્પીટીટીવ સ્કુલમાં દાખલ થવા માટે પોતાની જે અરજી આપી તે પંદર પાનાની હતી અને તેમાં તેણે 10 હજારથી વધુ પુસ્તકો વાંચી ગયો હોવાનો દાવો કર્યો હતો. ચાઈનામાં છ થી સાત વર્ષની વયે બાળકોને શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવે છે અને આ છોકરાએ પોતાની પંદર પાનાની અરજીમાં જણાવ્યું હતું કે તેનું કુટુંબ શિક્ષણને પ્રેમ કરે છે અને તે અત્યારથી જ વાંચવાનો અને શિક્ષણનો રસ ધરાવે છે. ચાઈનીઝ બાળકની આ કારકિર્દી દર્શાવતી અરજી જો કે એક તબકકે સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ ગઈ હતી. બાદમાં તે હટાવી લેવામાં આવી હતી. જો કે ચીનમાં શાળાઓમાં બાળકોના પ્રવેશ અંગે તેની કોઈપણ ક્ષમતાને ધ્યાનમાં લેવાની નથી હોતી. ફકત તેના માતા-પિતાની માહિતી જ માંગવામાં આવે છે.


Advertisement