હા...હા...હા... ખડખડાટ હસવાથી નહીં, મોકળા મને રડવાથી સ્ટ્રેસ દૂર થશે

03 November 2018 01:04 PM
Health
  • હા...હા...હા... ખડખડાટ હસવાથી નહીં, મોકળા મને રડવાથી સ્ટ્રેસ દૂર થશે

આંખમાંથી અશ્રુ દડદડ વહેવા લાગે તેવું સંગીત સાંભળો એવી ફીલ્મો જુઓ

Advertisement

ટેન્શન, માથાનો દુખાવો અને સતત પગ પછાડવા ન પડે એવા જીવનનું રહસ્ય શું?
આજકાલના ફિલસુફો અને તબીબો તમને ખડખડાટ હસવા (લાફટર)નું કહેશે. કોઈ વળી કોફી પીવાનું સલાહ આપશે. પરંતુ જાપાની શિક્ષણકારો માને છે કે સ્ટ્રેસ દૂર કરવાનો સાચો ઉપાય આંસુનું ટીપું પાડવાનો અથવા અશ્રુધાર વહાવાનો છે.
હાઈસ્કુલના પુર્વ શિક્ષક હાઈડફુમી યોશીદા પોતાને ‘ટીચર્સ ટીચર’ કહે છે. તે લોકોને રડવાના માનસિક લાભોથી શિક્ષિત કરવા સમગ્ર જાપાનમાં નિયમિતપણે વર્કશોપ અને લેકચર યોજે છે.
43 વર્ષીય શિક્ષણકારના દાવા મુજબ સ્ટ્રેસ ઘટાડવા લાફીંગ કરતા રડવાનું કૃત્ય વધુ અસરકારક છે.
યોશિદા કહે છે કે ઈમોટીવ મ્યુઝીક સાંભળવાથી, દુખણા રડતી ફિલ્મો જોવાથી અને આંસુ લાવી દેવા પુસ્તકો વાંચવાથી માનસિક આરોગ્યને મોટો ફાયદો થાય છે. એમના તર્ક મુજબ આવી પ્રવૃતિ કરવાથી પેરાસિમ્પેથેટીક નર્વ એકટીવીટી સતેજ થાય છે. આ કારણે હૃદયના ધબકારા ઘટે છે અને એની મગજ પર હકારાત્મક અસર થાય છે.
તમે સપ્તાહમાં એક વખત રડી શકો તો તમે તનાવમુક્ત જીવન જીવી શકો.
2014માં યોશિદાએ રડવાના લાભો બાબતે જાગૃતિ કેળવવા ટોકયો યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેડીસીન ખાતેના પ્રોફેસર હિદેહો અરિતા સાથે શ્રેણીબદ્ધ પ્રવચનો ગોઠવ્યા હતા.
ત્યારથી તેને આ વિષય પર વર્કશોપ અને અન્ય પ્રવૃતિઓ યોજવા શાળાઓ અને કંપનીઓ તરફથી આમંત્રણો મળી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં યોશિદાએ ઓસાકા હાઈસ્કુલ, ડેઈટો શહેરમાં લેકચરનું આયોજન કર્યું હતું. આંસુ ઉભરાશે એવી આશાએ એ વખતે 79 ટીનેજ વિદ્યાર્થીઓએ એક ફીલ્મ જોઈ હતી.
એ પછી તેમણે નિબંધ લખી તેમના અનુભવ વર્ણવ્યા હતા.
રડવાની પોઝીટીવ અસરો વિષે વકીલાત કરનારા યોશિદા પ્રથમ વ્યક્તિ નથી. 1981માં ‘ટીચર એકસપર્ટ’ નામના અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ મિનેસોટાના ડો. વિલિયમ ફ્રેયે દાવો કર્યો હતો કે રડવાથી એન્ડોરફીન પણ છે, અને એ પછી આનંદ-ખુશી અને સુખની અનુભૂતિ થાય છે.
2008માં 3000 લોકોને આવરી લેતા અભ્યાસમાં જણાવ્યું હતું કે રડવાથી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને સારું લાગે છે. સંશોધનકારોએ આથી ભલામણ કરી હતી કે અશ્રુ પ્રેરવાનો થેરાપી-સારવારના સ્વરૂપે ઉપયોગ થવો જોઈએ.


Advertisement