કાલથી દિવાળીના તહેવારોની મોસમનો પ્રારંભ : સોમવારે ધનતેરસ

03 November 2018 01:00 PM
Rajkot Gujarat
  • કાલથી દિવાળીના તહેવારોની મોસમનો પ્રારંભ : સોમવારે ધનતેરસ

અાવતીકાલે વાઘબારસ, સોમવારે ધન્વંતરિ પૂજન, લક્ષ્મીપૂજન, મંગળવારે કાળીચૌદશ, મહુડીમાં શ્રી ઘંટાકણૅ વીરનું પૂજન-હવન : બુધવારે દિવાળીના ચોપડાપૂજન, શારદા પૂજન, લક્ષ્મીપૂજન : ગુરૂવારે વિ.સં. ર૦૭પનો પ્રારંભ : ઠેર ઠેર સ્નેહમિલનના કાયૅક્રમ : શુક્રવારે ભાઈબીજનો તહેવાર ઉજવાશે

Advertisement

રાજકોટ, તા. ૩ ભારતીય તહેવારોમાં દિપોત્સવી પવૅનું અાગવું મહાત્મ્ય છે. અાવતીકાલથી ભાઈબીજ સુધી દિપોત્સવી પવૅની ઉજવણી રંગેચંગે થશે અાજે રમા અેકાદશી છે. અાવતીકાલે વાઘબારસ છે. સોમવારે ધનતેરસ, મંગળવારે કાળી ચૌદશ તથા બુધવારે દિવાળી પવૅ, ગુરૂવારે વિક્રમ સંવત ર૦૭પનો મંગલ પ્રારંભ, શુક્રવારે ભાઈબીજ તથા તા. ૧રમીના સોમવારે લાભ પાંચમ (જ્ઞાનપંચમી)ની ઉજવણી થશે. અાજથી રજાનો માહોલ શરૂ થયો છે. અનેક લોકો દુબઈ, સીંગાપુર કે અન્ય પયૅટનના સ્થાનો પર જવા નીકળી ગયા છે. અા વખતે બજારોમાં જોઈઅે તેવી ઘરાકી જોવા મળતી નથી છતાં લોકોનો ટ્રાફિક બજારોમાં જોવા મળી રહયો છે. બજારોને રોશની અને સુશોભન કરવામાં અાવેલ છે. સ્કુલરુકોલેજોમાં રજાઅો પડી ગઈ છે. અાવતીકાલે વાઘબારસ છે. સોમવારે ધનતેરસ છે. ધન્વંતરી પૂજન, ધનનું પૂજન ચોપડા લાવવા વગેરે માટે શુભ દિવસ છે. તા.૬ઠ્ઠીના મંગળવારે કાળી ચૌદશ છે. કાળીચોદશના મંત્ર અારાધના સિઘ્ધિદાયક બને છે. મહુડીમાં શ્રી ઘંટાકણૅવીરનું પૂજન હવન થશે. શ્રી ઘંટાકણૅવીરનું વષૅમાં અેક જ વાર પૂજન થાય છે.

મહુડીમાં હજારો લોકો ઉમટી પડશે. જયાં જયાં શ્રી ઘંટાકણૅવીરની પ્રતિમાજીના જિનાલયોમાં સ્થાપન થયા છે ત્યાં પણ હવન પૂજન વગેરે થશે. દિવાળી તા.૭મીના બુધવારે દિવાળી પવૅ અનેરા ઉમંગ સાથે ઉજવાશે દિવાળીના દિવસે શારદા પૂજન, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન કરાશે અને અા દિવસે અાખી રાત અાતશબાજીનો નઝારો જોવા મળશે દિવાળીના દિવસે ભગવાન મહાવીર સ્વામીનું નિવાૅણ થયું હોવાથી ભાવિકો શ્રી મહાવીર સ્વામીના જાપ કરશે દિવાળીના બીજા દિવસના વહેલી પરોઢે પ્રભુ વીરના પ્રથમ શિષ્ય ગુરૂ ગૌતમસ્વામીને કેળવજ્ઞાન થયું હતું તેથી ભાવિકો શ્રી ગૌતમસ્વામીના જાપ કરશે. દિવાળીના દિવસે ભગવાન રામચંદ્ર લંકા પર વિજય મેળવીને અયોઘ્યા પાછા ફયાૅ હતા તેથી અા દિવસની ઉજવણી કરવામાં અાવે છે. તપસમ્રાટ શ્રી રતિલાલજી મહારાજનો દિવાળીના દિવસે જન્મ થયો હતો તેથી સ્થાનકવાસી ઉપાશ્રયોમાં પૂ. રતિલાલજી મહારાજની જન્મજયંતિ નિમિતે ધામિૅક અનુષ્ઠાનો થશે.

તા.૮મીના વિક્રમ સંવત ર૦૭પની સાલનો પ્રથમ નૂતન દિવસ. નવા વષૅની શુભેચ્છાની અાપલે કરવા સ્નેહમિલનના કાયૅક્રમો યોજાશે. લોકો અેકબીજાને નવા વષૅની શુભકામના પાઠવશે. તા.૯મીના શુક્રવારે ભાઈબીજનો તહેવાર ઉજવાશે. તેરાપંથ જૈન સંઘના સ્વ. અાચાયૅ શ્રી તુલસીજીનો જન્મદિન છે. તેથી ચેન્નઈમાં ચાતુમાૅસ અથેૅ બિરાજમાન અાચાયૅ મહાશ્રમણજીની નિશ્રામાં કાયૅક્રમનું અાયોજન કરવામાં અાવેલ છે. તા.૧રમીના લાભપાંચમ છે. લાભ પાંચમથી વેપારીઅો પોતાના ધંધારુરોજગારનો પ્રારંભ કરશે. જૈનો લાભ પાંચમના મા સરસ્વતીનું પૂજન કરશે.જૈનો જ્ઞાનપંચમી તરીકે અા દિવસની ઉજવણી કરે છે. નૂતન વષૅના જિનાલયોમાં વહેલી સવારે દ્વારોદઘાટન તથા પૂ. ગુરૂ ભગવંતો મહામાંગલિક, ગૌતમ રાસ વાંચશે. અામ દિપાવલીનું પવૅ લોકો ઉમંગભેર ઉજવશે અને નૂતન વષૅને વધાવશે. કાલે વાઘબારસ : ગૌપૂજનનું મહાત્મ્ય ઘનતેરસના ધન્વતંરીપૂજન, લક્ષ્મીપૂજન તેમજ સોના ચાંદીની ખરીદી શુભ ગણાય છે અાવતીકાલ તા. ૪ના રવિવારે અાસો વદ બારસને ગોવત્સદ્વાદશી કહે છે અા દિવસે વાછડા સહિત ગાયનું પૂજન કરવાનું મહત્વ છે. સવારના વહેલા ઉઠી નિત્ય કમૅ કરી અને ત્યારબાદ ગાયનું પૂજન વાછડા સહિત કરવું ગાયને અને વાછડાને ચાંદલો ચોખા કરી ત્યારબાદ ઘાસ અપૅણ કરી અને ગાયને પ્રદક્ષિણા કરવી ચાર અથવા અેક પ્રદક્ષિણા ફરી શકાય ગાયને વસ્ત્રમાં ફુલ અપૅણ કરી વાછડાને પણ ફુલ અપૅણ કરવી. અા દિવસે જમવામાં દુધ, ઘી, દહીં, છાશ વગેરે ભોજનમાં લેવું નહિ અને અળદનું ભોજન કરવું અેટલે કે અળદમાંથી બનાવેલ વસ્તુને જમવામાં લઈ શકાય છે.

ધનતેરસ સોમવારે તા. પમીના ધનતેરસ છે. અા દિવસે સવારે નિત્યકમૅ કરી સવારના કૃષ્ણભગવાનની પુજા કરવી ત્યારબાદ ગાયત્રી મંત્રના અગિયાર જપ કરવા. અા દિવસે યમ દિપદાનનું પણ મહત્વ રહેલું છે. સાંજના સમયે પ્રદોષ કાળમાં ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં માટીના કોડીયામાં તલના તેલનો દીવો કરવો દિવેટ માટે ચોખ્ખુ રૂ વાપરવું અને ત્યારબાદ પરિવારના અારોગ્ય માટે પ્રાથૅના કરવી. ધન તેરસના દિવસે ઘરમાં ધનની પુજા પણ કરવી ઉતમ છે. ઘરમાં સ્થિર લક્ષ્મી રહે તે માટે ધનનું પૂજન કરવું. અા દિવસે સોનારુચાંદીની ખરીદી કરવી ઉતમ માનવામાં અાવે છે. અા દિવસે ઘરમાં રહેલા સોનારુચાંદીના સિકકાનું પૂજન કરવાથી મનોકામના પૂણૅ થાય છે. અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજીનું પૂજન દુધમાં સાકરને ભેળવીને માતાજી ઉપર શ્રી સુકત અથવા ૐ શ્રીં નમ:ના જપ કરી અભિષેક કરવો ધન્વંતરી પૂજન કરવું. રંગોળીમાં પુરજો રંગ સરસ રંગોળીમાં પૂરજો રંગ સરસ... કે રંગીન થઈ જાશે ધનતેરસ... રહેજો હંમેશા લાગણીને વસ... કેશ શુભ થઈ જાશે કાળીચૌદસ... સળગાવી નાખજો નફરતની પાળી... કે ચમકાવતી જાશે જિંદગી દિવાળી... રાખજો ને અાપજો હષૅ સામે હષૅ... કે ખરેખર ખીલી જાશે નૂતન વષૅ... સંબંધોમાં કદી રાખવી ન ખીજ... કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ... દિલથી દિલ સુધી બાંધજો બ્રીજ... કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ... હરખથી થઈ જવા લોથપોથ... કે ખુશીઅોથી ભરાઈ જાશે ચોથ... ''પ્રેમ''ની મુલાયમ પાથરી જાજમ... વીતાવજો અેકમેકથી લાભ પાંચમ...


Advertisement