પેટ્રોલનો ભાવ રૂા.76ની નીચે ઉતર્યો: ડિઝલમાં પણ રાહત

03 November 2018 11:38 AM
Ahmedabad Gujarat
  • પેટ્રોલનો ભાવ રૂા.76ની નીચે
ઉતર્યો: ડિઝલમાં પણ રાહત

પેટ્રોલ 18 પૈસા, ડિઝલ 11 પૈસા સસ્તુ

Advertisement

રાજકોટ તા.3
ગત સપ્ટેમ્બર-ઓકટોબરમાં માસ દરમિયાન ઈંધણના દૈનિક ભાવ વધારામાં સતત વધારો થતા પેટ્રોલ- ડીઝલના ભાવો આસમાને પહોંચતા કેન્દ્ર સરકારને ઈંધણના ભાવોમાં ઘટાડાની કાર્યવાહી કરવી પડી છે. ગત ઓકટોબર માસની 18મી તારીખ બાદ દૈનિક ભાવવધારામાં ભાવો સતત ઘટી રહ્યા છે. રૂા.82ને પાર ગયેલ પેટ્રોલ અને રૂા.80ને પાર ગયેલા ડીઝલના ભાવોમાં સતત ગીરાવટ રહેતા દેશની જનતાને આર્થીક રાહત થવા થવા પામી છે. ગઈકાલની સરખામણીએ આજે રાજકોટમાં 18 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ, રૂા.75.90 અને 11 પૈસાના ઘટાડા સાથે ડીઝલ રૂા.76.68ના ભાવે વેચાણમાં છે. દિવાળીના તહેવારોમાં સતત ભાવોમાં દૈનિક ઘટાડો થતા વાહન માલીકો, ટ્રાન્સપોર્ટરો, આમ જનતાને આર્થીક બોજ હળવો થતા રાહત જોવા મળી રહી છે.


Advertisement