ફૂલછાબ ટ્રોફીનો યાદગાર ફાઈનલ મેચ

03 November 2018 11:22 AM
Sports
  • ફૂલછાબ ટ્રોફીનો યાદગાર ફાઈનલ મેચ

મોહનસિંહ જાડેજાની સશકત ટીમ સામેની અાક્રમક ઈનીંગ

Advertisement

સૌરાષ્ટ્રનો ક્રિકેટ વારસો ઘણો જાજરમાન છે. સૌરાષ્ટ્રના કેટલાય ક્રિકેટરોઅે રાષ્ટ્રીય અને અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી છે. સૌરાષ્ટ્રનું ક્રિકેટ ખુણેરુખુણે વિકસ્યુ અને વિસ્તયુૅ છે. પણ રાજકોટ હંમેશા સૌરાષ્ટ્ર ક્રિકેટનું મુખ્ય મથક રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઅો જેમ કે ભાવનગરરુજામનગરરુ સુરેન્દ્રનગરરુગોંડલ અે બધી જગ્યાઅોઅે ઘણી લોકલ ટુનાૅમેન્ટ રમાતી અે સમયે ટીવી પર અાટલુ ક્રિકેટ હતું નહી અેટલે મેચ જોવા મેદાન પર ઘણા લોકો અાવતા. રાજકોટમાં ફૂલછાબ ટ્રોફી અેક ખૂબ સારી ટુનાૅમેન્ટ ગણાતી. રણજી ટ્રોફી સીઝન શરૂ થતા પહેલા રમાતી અા ટુનાૅમેન્ટમાં ગુજરાતભરના ક્રિકેટરો અાવતા અને અેટલે ટુનાૅમેન્ટનું સ્ટાન્ડડૅ પણ ઉચચ કક્ષાનું રહેતું. રાજકોટના રાજકુમાર કોલેજના મેદાન પર અા ટુનાૅમેન્ટની ઘણી યાદગાર મેચો રમાયેલી છે. અે સમયે રાજકુમાર કોલેજ ફરતી દિવાલની ઉંચાઈ ઘણી અોછી હતી અેટલે રસ્તે ચાલતા લોકો પણ મેચ જોવા ઉભા રહી જતા. અને રસાકસીવાળી મેચ હોય તો રીતસર મોટી સંખ્યામાં લોકો મેચ જોતા. અાજે અાવી જ અેક ફૂલછાબ ટ્રોફીની યાદગાર રસપ્રદ ફાઈનલ મેચ યાદ કરવી છે. ૧૯૮૦ના દાયકામાં સૌરાષ્ટ્ર ક્રિકેટમાં ભાવનગરની સ્ટેટ બેંકની ટીમ ઘણી મજબૂત ગણાતી. અેક સમયે સૌરાષ્ટ્ર રણજી ટીમના છ ખેલાડી સ્ટેટ બેંકની ટીમમાંથી રમતા. અાવી જ મજબૂત સ્ટેટ બેંકની ટીમ સામે રાજકોટરુસીટીઝન બેંકની ટીમનો અેક ફાઈનલ મેચ હતો.

સીટીઝન બેંકની ટીમમાં પણ ધરખમ ક્રિકેટરો રમાવાના હતા. નરેશ પરસાણા, મોહનસિંહ જાડેજા, ગણપત સોલંકી ગુજરાતના સુધીર તલાટી વગેરે જેવા પ્લેયસૅ અા ટીમમાં હતા. બંને ટીમો મજબુત હોવાથી સારા મેચની અપેક્ષાથી અાખુ મેદાન પ્રેક્ષકોથી ખચાખચ ભરેલું હતું. સ્ટેટ બેંકની ટીમે પ્રથમ બેટીંગ કરીને લગભગ રરપ રન બનાવ્યા. પ૦ અોવરની મેચ માટે અે સમયે અા સ્કોર ખુબ જ સારો ગણાતો. અે સમયમાં અાખા મેચમાં માંડ અેકરુબે સીકસર લાગતી. સ્ટેટ બેંકની ટીમમાં ત્યારના રણજી ટ્રોફી બોલસૅ જેમ કે અશોક પટેલ, બશીર કુરેશી, રાજુ બદીયાણી અને કિરીટ ચૌહાણ હતા. અાવી ધરખમ બોલીંગ સામે સીટીઝન બેંકની શરૂઅાત પણ બહુ સારી ન હતી અને લગભગ ૩૦ અોવસૅની અાસપાસ પરિસ્થિતિ અેવી હતી કે જો સીટીઝન બેંકને મેચ જીતવો હોય તો દરેક અોવરમાં ૮રુ૯ રનની અેવરેજ રાખવી પડે. અત્યારના અાઈપીઅેલના સમયમાં અા લક્ષ્ય અશકય ન લાગે પણ અે સમયે અા સાવ જ અશકય ગણાતું. પરંતુ સીટીઝન બેંકની ચોથી વિકેટ પડી અને ગોંડલના મોહનસિંહ જાડેજા બેટીંગમાં અાવ્યા. થોડી જ વારમાં રનના પાટીયા ફરવા લાગ્યા. મોહનસિંહે હરીફ ટીમના બોલરોમાં ફટકા મારવાનું ચાલુ કયુૅ. મેદાન પર રહેલા પ્રેક્ષકો માટે અા રોમાંચક તબકકો હતો. મોહનસિંહે અેકરુઅેક કરીને ટોટલ સાત સીકસર ફટકારી દીધી અને સિકસર પણ અેવી ગગનચુંબી કે બોલ મેદાનની બહાર જઈને રસ્તા ઉપર પડયા. સાવ હારી ગયેલી બાજી જીતમાં ફેરવાઈ ગઈ. ચાલુ મેચે કોઈ ખેલાડીઅે મોહનસિંહને કહયું 'સ્પીનરને શું છકકા મારો છો ફાસ્ટ બોલરને મારી બતાવો.' તો અેના પછીની અોવરમાં જ ફાસ્ટબોલરને બે સિકસર મારી દીધી. અત્યંત સ્ફોટક ઈનીંગ રમીને મોહનસિંહ જાડેજા ૯૬ રન કરીને નોટઅાઉટ રહ્યા. મેન અોફ ધી મેચ બન્યા અને ટીમને ચેમ્પીયન બનાવી. સૌરાષ્ટ્રના કેટલાય ભૂતપૂવૅ ક્રિકેટરો મોહનસિંહની અા ઈનિંગને અેક યાદગાર ઈનિંગ માને છે. સ્ટેટ બેંકના ખેલાડીઅો પણ અા અાક્રમક ઈનીંગને સન્માનપૂવૅક યાદ કરે છે. મોહનસિંહ જાડેજા માટે તો અા અેક સુખદ સ્મરણ હશે જ પણ અે દિવસે મેદાન પર રહેલા હર અેક વ્યકિત માટે મોહનસિંહની અા ધૂંઅાધાર રમત અાજે પણ અેટલી જ અવિસ્મરણીય હશે અેમાં કોઈ શંકા નથી.


Advertisement