ભાજપે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરી

02 November 2018 07:05 PM
Ahmedabad Gujarat Politics
  • ભાજપે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરી

હવે જોવાનું એ રહે છે કે, બીજેપી 2014ની જેમ 2019માં પણ 26 બેઠક પર જીતનું પુનરાવર્તન કરી શકશે

Advertisement

લોકસભા ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષ દ્વારા તાડામર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. 2019માં યોજાનાર અગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપીએ રાજ્યની તમામ 26 લોકસભા બેઠકની જવાબદારી સંભાળવા માટે 26 પ્રભારીઓની નિમણૂંક કરી છે.

આ મુદ્દે માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની 26 લોકસભા બેઠક માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ તમામ બેઠક પર એક પ્રભારી સહિત ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. જે નેતાને જવાબદારી સોંપવામાં આવી છે, તે સોંપવામાં આવેલી બેઠક પર બીજેપીને જીત અપાવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરશે.

તો જોઈએ ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાજ્યની કઈ લોકસભા બેઠક માટે કયા નેતાની પ્રભારી તરીકે નિમણૂંક કરી બીજેપીને જીતાડવાની જવાબદારી સોંપી.

કઈં બેઠક પર કોની નિમણૂંક
- કચ્છના પ્રભારી તરીકે બીપીન દવેની નિમણૂંક
- બનાસકાંઠાના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યાની નિમણૂંક
- પાટણના પ્રભારી તરીકે મયંક નાયકની નિમણૂંક
- મહેસાણાના પ્રભારી તરીકે જગદીશ પટેલની નિમણૂંક
- સાબરકાંઠાના પ્રભારી તરીકે પ્રદીપસિંહ વાઘેલાની નિમણૂંક
- ગાંધીનગરના પ્રભારી તરીકે પૃથ્વીરાજ પટેલની નિમણૂંક
- અમદાવાદ પૂર્વના પ્રભારી તરીકે ડૉ. જીવરાજ ચૌહાણની નિમણૂંક
- અમદાવાદ પશ્ચિમના પ્રભારી તરીકે આઈ.કે. જાડેજાની નિમણૂંક
- સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે નીતિન ભારદ્વાજની નિમણૂંક
- રાજકોટના પ્રભારી તરીકે નરહરિ અમીનની નિમણૂંક
- પોરબંદરના પ્રભારી તરીકે રમેશ મુંગરાની નિમણૂંક
- જામનગરના પ્રભારી તરીકે રમણલાલ વોરાની નિમણૂંક
- જુનાગઢના પ્રભારી તરીકે રમેશ રૂપાપરાની નિમણૂંક
- અમરેલીના પ્રભારી તરીકે જયંતિ કાવડિયાની નિમણૂંક
- ભાવનગરના પ્રભારી તરીકે મહેશ કસવાલાની નિમણૂંક
- આણંદના પ્રભારી તરીકે અમિત શાહ(પૂર્વ મેયર)ની નિમણૂંક
- ખેડાના પ્રભારી તરીકે જયસિંહ ચૌહાણની નિમણૂંક
- પંચમહાલના પ્રભારી તરીકે પરાક્રમસિંહ જાડેજાની નિમણૂંક
- દાહોદના પ્રભારી તરીકે અમિત ઠાકરની નિમણૂંક
- વડોદરાના પ્રભારી તરીકે જયનારાયણ વ્યાસની નિમણૂંક
- છોટાઉદેપુરના પ્રભારી તરીકે રમેશ મિસ્ત્રીની નિમણૂંક
- ભરૂચના પ્રભારી તરીકે પ્રફુલ પાનસેરીયાની નિમણૂંક
- બારડોલીના પ્રભારી તરીકે પૂર્ણેશ મોદીની નિમણૂંક
- સુરતના પ્રભારી તરીકે ભરત બારોટની નિમણૂંક
- નવસારીના પ્રભારી તરીકે નિરંજન ઝાંઝમેરાની નિમણૂંક
- વલસાડના પ્રભારી તરીકે વિવેક એન. પટેલની નિમણૂંક

તમને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. પરંતુ આ વખતે રાજ્યના રાજકારણના સમીકરણ થોડા બદલાયા છે. રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, ખેડૂતોની સમસ્યા, વગેરેને લઈ કોંગ્રેસ વારંવાર સરકાર પર પ્રહાર કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, બીજેપી 2014ની જેમ 2019માં પણ 26 બેઠક પર જીતનું પુનરાવર્તન કરી શકશે.


Advertisement