શેરબજારમાં તેજીની અાતશબાજી : રૂપિયામાં ધરખમ ઉછાળો, ક્રૂડમાં ગાબડુ

02 November 2018 05:57 PM
India Business
  • શેરબજારમાં તેજીની અાતશબાજી : રૂપિયામાં ધરખમ ઉછાળો, ક્રૂડમાં ગાબડુ

સેન્સેકસ ૬૦૦ પોઈન્ટ ઉંચકાઈને ૩પ૦૦૦ની સપાટી કુદાવી ગયો : જાતેજાતના શેરો ઉછળ્યા : રૂપિયો ૭ર.૬૮ : ક્રૂડ પણ તળીયે

Advertisement

રાજકોટ, તા. ર મુંબઈ શેરબજારમાં તેજીનો નવો દોર શરૂ થયો હોય તેમ અાજે હવામાન પલ્ટા વચ્ચે ધૂમ લેવાલીથી ઉછાળો નોંધાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઈન્ટથી અધિકના ઉછાળાથી ૩પ૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઉછળીને ૭૩ની નીચે સરકયો હતો. ક્રૂડતેલમાં ગાબડુ પડયુ હતું. શેરબજારમાં અાજે માનસ પલ્ટાયુ હોય તેમ ધૂમ લેવાલી નીકળી હતી અેક સાથે અનેક પરિબળો સાનુકુળ બન્યા હોવાથી સારી અસર થઈ હતી. ઈરાન પાસેથી ક્રૂડતેલ ખરીદવા ભારતને અમેરિકા તરફથી છુટ મળ્યાના સમાચારની સારી અસર થઈ હતી. વિશ્ર્વબજારોની જોરદાર તેજીનો પડઘો હતો. નાણાખેંચ દુર કરવા માટે સરકાર અાજે મહત્વની ધિરાણ છુટછાટ જાહેર કરે તેમ હોવાના સંકેતોને વધાવવામાં અાવ્યા હતા. જીઅેસટીની વસુલાત અેક લાખ કરોડને વટાવી ગઈ હોવાના સમાચારની પણ સારી અસર હતી સાનુકુળ પરિબળો વચ્ચે રૂપિયો સ્ટ્રોંગ બનતા તથા ક્રૂડતેલોમાં ગાબડુ પડતા તેજીને વેગ મળી ગયો હતો. શેરબજારમાં અાજે તમામ ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલી નીકળી હતી. પેટ્રોલીયમ, કેપીટલ ગુડઝ, અોટોમોબાઈલ્સ, બેંક સહિતના ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલી હતી. અમેરિકારુચીન વચ્ચેના ટ્રેડવોરનો નિવેડો અાવી રહયાના ખુદ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાનની જોરદાર અસર હતી. અા સિવાય સૌથી મોટો પડઘો રૂપિયા તથા ક્રૂડનો હતો. ડોલર સામે રૂપિયો ધરખમ ઉછાળો સુચવતો હતો. ૭૩ની અંદર અાવી ગયો હતો. ૭૩.૬૮માં અેક મહિનાની ઉંચાઈઅે પહોંચ્યો હતો. અથૅતંત્રના પડકારોમાં મોટી રાહતો મળવાનો અાશાવાદ વ્યકત કરવામાં અાવતો હતો. અા જ રીતે ક્રૂડતેલનો ભાવ સાત મહિનાના તળીયે પહોંચ્યો હતો. નાયમેકસ ક્રૂડ ૬૩.૪ર ડોલર સાથે બ્રેન્ટ ક્રૂડ ૭ર.૬પ ડોલર રહયું હતું. શેરબજારમાં અાજે રીલાયન્સ, સ્ટેટ બેંક, અેશિયન પેઈન્ટસ, ભારત પેટ્રો, હીરો મોટો, યસ બેંક, ઈન્ડીયન અોઈલ, મહિન્દ્ર, લાસૅન સહિતના શેરો ઉછળ્યા હતા. પીસી જવેલસૅ, ઈન્ફીબીમ, જીઅેનઅેફસી, બીઈઅેમઅેલ, હિન્દ કન્સ. વેન્કીઝ વગેરે ઉછળ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેક્ષ પ૭૬ પોઈન્ટ ઉછળ્યો હતો. અને ૩પ૦૧૧ સાંપડયો હતો. અેક તબકકે ૭પ૦ પોઈન્ટ ઉંચકાઈને ૩પ૧૯૦ તથા નીચામાં ૩૪૬૪૯ હતો. નેશનલ સ્ટોક અેકસચેંજનો નિફટી ૧૬૪ પોઈન્ટ ઉછળીને ૧૦પ૪૪ હતો. જે ઉંચામાં ૧૦૬૦૬ તથા નીચામાં ૧૦૪પ૭ હતો.


Advertisement