રાફેલ સોદામાં ફ્રેંચ કંપનીના વડા ખોટું બોલે છે; તપાસ થશે તો મોદી બચી નહીં શકે: રાહુલે ફરી ધડબડાટી બોલાવી

02 November 2018 04:35 PM
India Politics
  • રાફેલ સોદામાં ફ્રેંચ કંપનીના વડા ખોટું બોલે છે; તપાસ થશે તો મોદી બચી નહીં શકે: રાહુલે ફરી ધડબડાટી બોલાવી

Advertisement

નવી દિલ્હી તા.2
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે ફ્રાન્સની રાફેલ વિમાન બનાવતી કંપની દસોં એવિયેશનના સીઈઓ ખોટું બોલી રહ્યા છે અને કંપનીએ અનિલ અંબાણીની ખોટ ખાતી કંપનીને કટકીના પ્રથમ હપ્તા તરીકે રૂા.284 કરોડ આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમનો દેખીતો ઉલ્લેખ કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે ફ્રેંચ એવિયેશન કંપનીના સીઈઓ દેશ ચલાવી રહેલા માત્ર એક માણસને બચાવી રહ્યા છે.
દસોંએ અનિલ અંબાણીની કંપનીમાં રૂા.284 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે એ જ પૈસાથી જમીન ખરીદી હતી. એ સ્પષ્ટ છે કે દસોંના સીઈઓ ખોટું બોલી રહ્યાં છે. ખોટ ખાતી કંપનીમાં તેમણે 284 કરોડ કેસ રોકયા?
દસોંના સીઈઓએ જણાવ્યું હતું કે એચએએલને કોન્ટ્રેકટ ન આપવાનું સરણે એ કહ્યું કે અનિલ અંબાણી પાસે જમીન હતી. હવે એવું બહાર આવ્યું છે કે અનિલ અંબાણીએ દસોંએ આપેલા પૈસાથી જમીન ખરીદી હતી. રાહુલના દાવા મુજબ સરકારી કંપની હિન્દુસ્તાન એરોનેટીક પાસે અંબાણીની કંપની કરતાં વધુ જમીન છે. ફાઈટર જેટની કિંમત જાહેર ન કરવા પાછળ સરકારનાં ઈરાદાને પણ તેમણે પડકાર્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અંબાણી રાફેલ સોદામાં ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે આને ઓપન એન્ડ શટ કેસ ગણાવ્યો હતો.
રાફેલ ખરીદીની તપાસ થશે તો મોદી બચી નહીં શકે. આ વાત પાકી છે. એક, ભ્રષ્ટાચાર અને બીજું, નિર્ણય લેનાર કોણ છે તે સ્પષ્ટ છે. એ નરેન્દ્ર મોદી હતા અને નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને 30000 કરોડ આપવા સોદો કર્યો હતો.


Advertisement