હરભજને મને વાંદરો કહ્યા પછી હું ઢીંચવા લાગ્યો ને બરબાદી નૌતરી: સાયમન્ડ

02 November 2018 03:50 PM
Sports
  • હરભજને મને વાંદરો કહ્યા પછી હું ઢીંચવા લાગ્યો ને બરબાદી નૌતરી: સાયમન્ડ

ભારતીય સ્પિનરે મને એકવાર નહીં, બે-ત્રણ વાર મન્કી કહ્યો હતો ટોચના અન્ય સાથીદારોને વિવાદમાં ઘસડાવું પડયું એનો અપરાધબોધ છ

Advertisement

સિડની તા.2
પુર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ સિપોન્ડે જણાવ્યું છે કે એક દસકા પહેલાં ભારત સાથે થયેલા મન્કીગેટ કૌભાંડથી તે બેફામ ઢીંચવા લાગ્યો હતો.
આજે તેણેપોતાના જીવનનું નાવ કઈ રીતે ખરાબે ચઢી ગયું તેની પેટછુટી વાતો કરી હતી. બિગ-સ્ટિંગ ઓસ્ટ્રેલિયન સ્પીનર હરભજનસિંહ સામે 2009માં નૂતન વર્ષની સીડની ટેસ્ટમાં પોતાને વાંદરો કહ્યાનો આક્ષેપ કર્યો હતો.
હરભજનસિંહે આવું કહી કરવાનો ઈન્કાર કર્યો હતો, છતાં તેને 6 મેચ માટે સસ્પેન્ડ કરાયો હતો. ભારતે ટુર રદ કરવા ધમકી આપતા એ પ્રતિબંધ દૂર કરાયો હતો.
સાયમન્ડ ઈંગ્લેન્ડમાં જુમ્યો હતો તેના એક પેરન્ટ (માતા અથવા પિતા) વેસ્ટઈન્ડીઝ મૂળના હતા. તેણે આજે ફરી જણાવ્યું હતું કે હરભજને તેને બે-ત્રણ વાર મન્કી કહ્યો હતો.
એ ઘડીની મારા જીવનની પડતી શરુ થઈ. તેણે જણાવ્યું હતું કે તેના ટીમના સાથીઓને વંશીય કારણોસર ગાળો આપવામાં આવી હતી તે આક્ષેપના સમર્થનમાં ઘસડાવું પડયું હતું, અને એ કારણે તેનામાં વધુ અપરાધભાવ જાગ્યો હતો. એ પછી મેં ઢીંચવાનું શરૂ કર્યું અને મારા જીવનની બરબાદી શરૂ થઈ.
મેં દબાણ અનુભવવું શરુ કર્યું હતું. અને આ કરવામાં મારા ટીમના સાથીઓને ખેંચી જવાનો બોજ રાખી થયો, તેણે કબુલ્યું હતું કે આ કટોકટી વ્યથાનો તેણે ખોટી રીતે સામનો કર્યો હતો.
સીએન્ડનો ક્રિકેટ કોન્ટ્રેકટ 2009માં રદ કરાયો હતો. આલ્કોહોલ સંબંધી તેના બેહુદા વર્તનના કારણે તેને વર્લ્ડ ટી20માંથી પાછો ઘરેમોકલી દેવામાં આવ્યો હતો. સીએન્ડસના દાવા મુજબ એ પહેલાં પણ હરભજને તેને અપશબ્દ કહ્યા હતા.
જો કે આ દુશ્મનાવટ છતાં બન્ને આઈપીએલમાં સાથે રમ્યા હતા.


Advertisement