બોટાદ બ્રાંચ કેનાલમાં ન્હાવા પડેલા ચુડાનાં કોયડા ગામનાં યુવકનું મોત

01 November 2018 02:46 PM
Botad
  • બોટાદ બ્રાંચ કેનાલમાં ન્હાવા પડેલા ચુડાનાં કોયડા ગામનાં યુવકનું મોત

સાયફનમાં ફસાઈ જતા યુવક મોતને ભેટયો

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ૧ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોડયા ગામના યુવાન ચુડા પાસે પસાર થતી બોટાદ બ્રાન્ચની કેનાલમાં ન્હાવા માટે પડયા બાદમાં કેનાલના સાયફનમાં પાણીના વહેણમાં તણાઈ ફસાઈ જતા યુવાન મોતને ભેટયો છે. ત્યારે તણાવેલ યુવાનને હાલમાં પણ શોધખોળ ચાલુ છે અને અેનો મૃતદેહ હજુ મળ્યો ન હોવાનું જાણવા મળેલ છે.ચુડા તાલુકાના કોરડા ગામનો બોલણીયા રાયભાન ધારશી(ઉ.વ.૩૦) નામનો યુવાન પરપ્રાંતીય છે જે પાણીપુરી લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. ત્યારે પોતાનું બાઈક લઈને ચુડા જવા માટેનીકળ્યો હતો ત્યારે પસાર થતી કેનાલમાં પાણી જોતા અા યુવાન કેનાલના કાંઠા ઉપર પોતાનું બાઈક પાકિૅગ કરીને પેન્ટરુશટૅ, પગરખા પણ કાંઠે કાઢી અને કેનાલમાં ન્હાવા માટે પડયો હતો. ત્યારે પાણીના વહેણમાં ખેડુતે અા યુવાનને તણાતો જોઈ મામલતદારને જાણકારી અાપેલ અને કેનાલ ઉપર મામલતદાર અને પોલીસની ટીમ પણ દોડી અાવેલ તરવૈયા બોલાવી તણાયેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં અાવેલ છે. ત્યારે તેનો મૃતદેહ હજુ મળ્યો નથી. ત્યારે પોલીસ મામલતદાર અને સ્થાનિક લોકોના ટોળેટોળા કેનાલો ઉપર હાલ ઉમટયા છે. શોધખોળ જારી રાખવામાં અાવેલ છે.


Advertisement