નાણાંબજારને વધુ ઝટકો લાગશે? NBFC પર 50,000 કરોડના ચુકવણાનો પડકાર

31 October 2018 01:18 PM
Business India

9મી નવેમ્બર સુધીમાં નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓ પર જંગી રીડમ્પશન પ્રેસર: એકાદ ડિફોલ્ટ સમગ્ર માર્કેટની હાલત બગાડી નાખે તેવો ભય હોવાથી 20 કંપનીઓની તાકીદની બેઠક: ઉદ્યોગ મહારથીઓને સાથે રાખીને રિઝર્વ બેંક સમક્ષ ‘ખોળો’ પાથરવાનો નિર્ણય

Advertisement

મુંબઈ તા.31
રોકડની અછત-નાણાંકીય કટોકટીની વકરતી હાલત વચ્ચે આવતા દિવસોમાં વધુ એક દબાણ ઉભુ થવાના ભણકારા છે. નોન-બેંકીંગ ફાઈનાન્સીયલ કંપનીઓ પર અંદાજીત 50,000 કરોડનું રીડમ્પશન આવવાની ભીતિ છે તેમાં એકાદ કંપની પણ ડીફોલ્ટ થવાના સંજોગોમાં માર્કેટને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રકારની સ્થિતિ સર્જાતી રોકવા તથા આગોતરી સાવચેતી માટે ટોચની 20 નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓના સીનીયર અધિકારીઓ વચ્ચે તાકીદની બેઠક પણ થઈ હતી.
મુંબઈ સ્થિત ટોચની નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે 9મી નવેમ્બર સુધીમાં અંદાજીત 50000 કરોડનું રીડમ્પશન થવાનું છે તે પૈકી 5000 કરોડનું રીડમ્પશન સંકટમાં સપડાયેલી હાઉસીંગ ફાઈનાન્સ કંપનીનું છે. અત્યારની સ્થિતિએ મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહીતતાની કટોકટી ભોગવી રહ્યા છે. રોકડ નાણાં પાછા ખેંચાઈ ગયા છે. એકાદ ડિફોલ્ટ પણ માર્કેટમાં મોટો પ્રત્યાઘાત સર્જી શકે છે.
સોમવારે ટાટા કેપીટલની ઓફીસ ખાતે 20 જેટલી મોટી નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓનાં સીનીયર અધિકારીઓની બેઠક થઈ હતી. બેઠકમાં એવું નકકી થયું હતું કે મોટા ઉદ્યોગકારો તથા નાણાંબજારના મોટા ખેલાડીઓની મદદ લઈને રીઝર્વ બેંકમાં રજુઆત કરવામાં આવે. રીઝર્વ બેંકના ગવર્નર સમક્ષ રજુઆત કરવા તથા બેઠક ગોઠવી દેવા માટે મોટા ઉદ્યોગગૃહોના પ્રમોટરોની સહાય લેવામાં આવે. રીઝર્વ બેંકના અમુક અધિકારીઓ સાથે ઔપચારિક ચર્ચા થઈ હોવા છતાં આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલને પરિસ્થિતિની ગંભીરતા દર્શાવવાનું જરૂરી છે. મોટા ઉદ્યોગપતિઓ વાત કરે તો ફેર પડે તેવો સૂર ઉઠયો હતો.
નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર કોર્પોરેટ જગત રજુઆત કરે તો રીઝર્વ બેંક માંગણી માનવા તૈયાર થાય તેવી શકયતા વધુ રહે છે.
માર્કેટમાં એવી છાપ છે કે લીકવીડીટીની સમસ્યાને રીઝર્વ બેંક સંપૂર્ણપણે ગંભીરતાથી લેતી નથી. ભલે અમુક કંપનીઓ જ કટોકટીની હાલત ધરાવતી હોય પરંતુ એકાદ કંપની ડીફોલ્ટર થાય તો પણ ગભરાટ ઉભો થઈ શકે છે. ઈન્વેસ્ટરો અન્ય કંપનીઓમાંથી પણ નાણાં ઉપાડવા દોટ મુકે તેમ છે. પરિણામે શેરબજારની હાલત બગડી જાય તેમ છે. અનેક મ્યુચ્યુઅલ ફંડોએ જંગી રોકડ હાથ પર રાખી છે. નવુ રોકાણ કરવાનું અટકાવ્યુ છે. ધિરાણની છુટ્ટ-સરળતા થવાને મોટો પડકાર છે.
બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે મધ્યમ સ્તરની હાઉસીંગ ફાઈનાન્સ કંપની સંકટમાં આવે તો રીઝર્વ બેંક કેટલી મદદ કરશે? કાયદાનુસાર હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ પરનુ નિયંત્રણ નેશનલ હાઉસીંગ બેંકનું છે તેના દ્વારા જ ફાઈનાન્સ કરવામાં આવે છે.
સૂત્રોએ એમ કહ્યું કે પખવાડીયા આગામી જે હાલત હતી તેના કરતા સ્થિતિ સારી છે છતાં ધિરાણની સાયકલ ઠપ્પ હોવાથી કફોડી હાલત તો છે. બીજી એક તકલીફ એ છે કે બેંકો નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓને ધિરાણ આપવાના બદલે તેનો લોન પોર્ટફોલીયો ખરીદી લેવામાં વધુ રસ લ્યે છે.

૨ોકડની તંગી-કટોકટીની સમીક્ષ્ાા માટે વડાપ્રધાને બેંકોની બેઠક બોલાવી
દેશમાં ૨ોકડની અછત વક૨ી ૨હ્યાનો જો૨દા૨ ઉહાપોહ છે ત્યા૨ે વડાપ્રધાન કાર્યાલય ા૨ા ટોચની બેંકોના વડાઓની શુક્રવા૨ે બેઠક બોલાવવામાં આવી છે. ૨ીઝર્વ બેંકે અનેક સ૨કા૨ી બેંકોના ધિ૨ાણ પ૨ પ્રતિબંધો નિયંત્રણો મુક્તા હોવાના કા૨ણે પ્રવાહિતતાની કટોકટી સર્જાયાની છાપ વચ્ચે સ૨કા૨ી પગલા સામે સવાલ ઉઠવા લાગતા વડાપ્રધાન કાર્યાલય મેદાને આવ્યું છે.
સુત્રોએ કહયું કે બેઠકમાં લીક્વીડીટી કટોકટીની સમીક્ષ્ાા થશે. બેંકીંગ સિસ્ટમમાં લિક્વીડીટી વધા૨વા સ૨કા૨ કેટલાંક પગલા લ્યે તેવી શક્યતા છે. બેંકો ા૨ા ધિ૨ાણ અટકાવવામાં આવી ૨હયું હોવાના મામલે નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓ કેટલાંક વખતથી સ૨કા૨માં ૨જુઆત ક૨ી જ ૨હી છે. સ૨કા૨ે પ્રોમ્પટ ક૨ેકટીવ મેઝર્સ હળવા ક૨વાની સુચના આપી હોવા છતાં ૨ીઝર્વ બેંક તૈયા૨ થઈ નથી. જોકે, પ્રવાહિતતા વધા૨વા માટે અન્ય કેટલાંય પગલા લીધા હતા. માર્ચ સુધીમાં ૧ લાખ ક૨ોડના ૨ીડમ્પશન પ્રેસ૨ને પહોંચી વળવા આગોત૨ા પગલા જરૂ૨ી છે.


Advertisement