ભારતને શસ્ત્રોના વેચાણથી પાક. નારાજ યુએનમાં વેચાણકાર દેશોને ઉધડા લીધા

30 October 2018 03:23 PM
India
  • ભારતને શસ્ત્રોના વેચાણથી પાક. નારાજ યુએનમાં વેચાણકાર દેશોને ઉધડા લીધા

પ્રાદેશિક સમતુલા જોખમાવાની ચેતવણી

Advertisement

યુએન તા.30
અમેરિકા અને રશિયા સહીત કેટલાય દેશો દ્વારા ભારતને વધતા શસ્ત્ર વેચાણથી ગીન્નાઈ પાકીસ્તાને એને પ્રાદેશિક સમતુલા ખોરવતા બેવડા ધોરણો ગણાવ્યા છે. નિશસ્ત્રીકરણ પરની સામાત્ય સભાની સમીતીમાં પરંપરાગત શસ્ત્રો પરથી ચર્ચામાં પાકીસ્તાનના યુએન મિશનના ફર્સ્ટ સેક્રેટરી જેહાનઝેબ ખાને જણાવ્યું હતું કે સંકુચિત વ્યુહાત્મક, રાજકીય અને વ્યાપારીક હિતોને ધ્યાનમાં રાખી દક્ષિણ એશિયા તરકરથી બેવડા ધોરણોની નીતિથી દૂર રહેવું જોઈએ. તેમણે ભારતનું નામ અથવા ભારતને વેચતા દેશોનાનામ આપ્યા નહોતા, પણ તેમનો સંદર્ભ બહુ સ્પષ્ટ હતો. ખાને જણાવ્યું હતું કે એક દેશનો લશ્કરી ખર્ચ અન્યો કરતાં કેટલોય વધી જાય છે. આ કારણે અસ્થિરના વધવાનું અને નાજુક પ્રાદેશિક સમતુલા જોખમમાં મુકાવાનો ખતરો છે.


Advertisement