ગુજરાત સહિતના રાજયોમાં રેગ્યુલર ફટાકડા ફોડવાની છુટ આપતી સુપ્રીમ

30 October 2018 03:14 PM
India
  • ગુજરાત સહિતના રાજયોમાં રેગ્યુલર ફટાકડા ફોડવાની છુટ આપતી સુપ્રીમ

ગ્રીન ફટાકડાનો આદેશ ફકત દિલ્હીને જ લાગુ પડશે: બે કલાકની મર્યાદાનો સમય પણ રાજય સરકાર નકકી કરી શકશે: તામિલનાડુની રજુઆત બાદ સુપ્રીમે છુટ્ટછાટ આપી

Advertisement

નવી દિલ્હી તા.30
દેશમાં પર્યાવરણના કારણે અને ખાસ કરીને વાયુ પ્રદૂષણ વધતા સર્વોચ્ચ અદાલત દ્વારા ચાલુ વર્ષે મર્યાદીત સમય માટે જ ફટાકડા ફોડવા ઉપરાંત ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવા જે આદેશ આપ્યો હતો તે સુધાર્યો છે અને હવે ગ્રીન ફટાકડાનો નિયમ ફકત દિલ્હી માટે જ લાગુ પડશે. દેશના અન્ય ભાગોમાં સામાન્ય ફટાકડા ફોડી શકાશે. આજે સર્વોચ્ચ અદાલતમાં તામીલનાડુ સરકારે એક અરજી કરીને બે મુદાઓ સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં રાખ્યા હતા તેમાં સૌપ્રથમ તામિલનાડુમાં દિપાવલીને દિવસે સવારે ફટાકડા ફોડવાનો રિવાજ છે જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તામીલનાડુ માટે સવારે 4.30 થી 6.30ના સમયમાં ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. બીજો મુદો ગ્રીન ફટાકડાનો હતો જેમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજુઆત થઈ હતી કે ટુંકી મુદતમાં ગ્રીન ફટાકડા અશકય છે અને હાલ વેપારીઓએ રેગ્યુલર ફટાકડાનો સ્ટોક પણ કરી લીધો છે. જેને કારણે અંદાજે રૂા.5000 કરોડના ફટાકડા બજારમાં પહોંચી ગયા છે. જેથી જો ગ્રીન ફટાકડાનો નિયમ અમલમાં મુકાશે તો તેનાથી વેપારી વર્ગને જંગી નુકશાન જવાની શકયતા છે. સુપ્રીમ કોર્ટે આ વ્યવહારુ રજુઆત સ્વીકારી હતી અને ગ્રીન ફટાકડાના નિયમ ફકત દિલ્હી માટે જ લાગુ કરવા જાહેરાત કરી છે. દેશના અન્ય ભાગોમાં આ જે રેગ્યુલર ફટાકડા છે તે ફોડી શકાશે. આમ ચાલુ વર્ષે ફટાકડા વેપારીઓ તથા ફોડનારાઓ માટે સુપ્રીમ કોર્ટે રાહત સર્જી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે જે બે કલાક ફટાકડા ફોડવાની મર્યાદા નકકી કરી છે તેમાં પણ કયા સમયે આ મંજુરી આપવી તે રાજય સરકાર પર છોડી દીધું છે અને સરકાર એક-એક કલાકની બે મંજુરી પણ આપી શકશે. જેના કારણે દરેક રાજયમાં પોતાની પરંપરા મુજબ ફટાકડા ફોડી શકાશે.


Advertisement