આલેલે... શહેરોમાં માત્ર 3% જયારે ગામડામાં 20-25 વર્ષના 19% યુવાનોને હાઈ બ્લડપ્રેસર

23 October 2018 07:24 PM
Health
  • આલેલે... શહેરોમાં માત્ર 3% જયારે ગામડામાં 
20-25 વર્ષના 19% યુવાનોને હાઈ બ્લડપ્રેસર

55 વર્ષથી વધુ વયનાને હાઈપર ટેન્શનની બાબતમાં શહેરો આગળ

Advertisement

અમદાવાદ તા.23
સામાન્ય રીતે માનવામાં આવે છે કે સતત સ્ટ્રેસમાં રહેતા અને જંક ફુડ ખાતા શહેરી યુવાનો હાઈપરટેન્શન બોલે તો હાઈ બ્લડપ્રેસરનો શિકાર બને છે, પરંતુ ગુજરાતમાં ડાયાબીટીસ અને અન્ય સંલગ્ન બીમારીઓના ગહન અભ્યાસમાં જણાવ્યું છે કે 20થી25 વર્ષના ગ્રામીણ યુવાનોમાં હાઈપરટેન્શન સંબંધીત બીમારીઓનું પ્રમાણ વધુ છે.
આઈસીએમઆર-ઈન્ડીયા દ્વારા સમાજના જુદા જુદા વર્ગોના ડોર ટુ ડોર અભ્યાસમાં જણાયું છે કે શહેરી વિસ્તારોમાં 20થી25 વર્ષના યુવાનોમાં હાઈપરટેન્શનની બીમારી 2-3% છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં આ વયજૂથના આ પ્રમાણ 19% જેટલું ઉંચુ છે. 25થી34 વર્ષના ગ્રામીણ યુવાનો વધુ સંખ્યામાં હાઈપરટેન્શનથી પીડાઈ રહ્યા છે ત્યારે 35થી44 અને 45થી54 વર્ષની વયના હાઈબ્લડપ્રેસરથી પીડાતા લોકોની સંખ્યા શહેરો અને ગામોમાં લગભગ સરખી છે. વાસ્તવમાં 55 અથવા એથી વધુ વયના શહેરી વિસ્તારોમાં વસતા લોકોમાં ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓ કરતાં હાઈપરટેન્શનના વધુ કેસો જોવા મળ્યા હતા.
ડાયાબીટોલોજીસ્ટ અને અભ્યાસના મુખ્ય અન્વેષ્ણકાર રૂપે બંસી સાધુના જણાવ્યા મુજબ હાઈપર ટેન્શનથી ગામડાના લોકો વધુ પીડાઈ છે એનું કારણ હજુ સ્પષ્ટ નથી. એમાં શંકા નથી કે ગુજરાતમાં નજીકનો સરેરાશ વપરાશ શહેરો અને ગામો બન્નેમાં વધુ છે. ગામડાના યુવાનોમાં નમકના વધુ વપરાશની માઠી અસરો વિષે પુરતી જાગૃતી નથી. શહેરોમાં લોકો કદાચ આ વાત જાણે છે, અને કદાચ સાવચેતીના પગલા પણ લે છે. આમ છતાં છાતી ઠોકીને કશું કરી શકાય તેમ નથી.
વળી, આ વયજૂથના અથવા 45થી નીચેની વયના લોકો નિયમિતપણે બ્લડપ્રેસર ચેક કરાવતા નથી, અને એથી તેમને બીમારીની ખબર હોતી નથી.
તેમના મતે 45 વર્ષથી નીચેની 25% રાજયની વસતી હાઈપરટેન્શનથી પીડાતી હોવાનો
સંભવ છે.


Advertisement