અઘ્યાત્મ માગૅમાં ઉન્નતિ પામવા માટે પ્રારબ્ધ શુઘ્ધિ કરવી જરૂરી છે

22 October 2018 06:42 PM
Health India
  • અઘ્યાત્મ માગૅમાં ઉન્નતિ પામવા માટે પ્રારબ્ધ શુઘ્ધિ કરવી જરૂરી છે

અા શરીર પરોપકાર માટે, મન ઈશ્ર્વર ચિંતન માટે, બુઘ્ધિ વિચાર વિવેક માટે તથા સમગ્ર જીવન બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્િત માટે છે સિદ્વાસન, પદ્માસન, સુખાસન અેમ કોઈપણ અેક રીતે બેસીને પોતાના ઈષ્ટદેવના જાપ કરવા જોઈઅે અેક જ અાસને ચાર કલાક સળંગ બેસવાથી અાસન સિઘ્ધિ પ્રાપ્ત થાય છે પ્રારબ્ધ શુઘ્ધિના ત્રણ પ્રકારો છે જેમાં પ્રથમ સંચિ, દ્વિતીય પ્રારબ્ધ અને તૃતિય ક્રિયમાણ અેક મનુષ્યે પૂવૅ જન્મમાં કંઈક અેવા કમોૅ કયાૅ છે કે જેના પરિણામ સ્વરૂપે અા જન્મમાં તે ડોકટર બને છે અા થયું સંચિતરુસંચિતના પરિણામે તેનું અા જન્મનું પ્રારબ્ધ ઘડાય છે

Advertisement

ઘ્યાત્મ માગૅમાં ઉન્નતિ પામવા માટે પ્રારબ્ધ શુઘ્ધિ કરવી ખૂબ જ જરૂરી છે. તેનાં ત્રણ પ્રકાર છે. પ્રથમ સંચિ, દ્વિતીય પ્રારબ્ધ અને તૃતિય ક્રિયમાણ. સંચિત : જન્મજન્માંતરના ભેગા થયેલાં કમોૅને સંચિત કહેવાય છે. અા સંચિત કમોૅ ચિતમાં રહે છે. પ્રારબ્ધ : કેટલાંય જન્મોનાં કમોૅ, કે જે ચિત્તમાં રહે છે, તેના પરિણામ સ્વરૂપે અા જન્મમાં જીવે(મનુષ્યે) જેટલાં કમોૅ ભોગવવાનાં છે, તેને પ્રારબ્ધ ક્રિયામણ કમૅ કહેવાય છે. પ્રારબ્ધ ક્રિયમાણ કમોૅ બુઘ્ધિમાં પ્રસ્થાપિત થયાં હોય છે. ક્રિયમાણ : અા જન્મમાં મનુષ્યે કમોૅ કે છે તેને ક્રિયમાણ કમોૅ કહે છે. અા કમોૅ માનવીનાં મન મારફત થાય છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણને સમજવા માટે અહીં અેક ઉદાહરણ પ્રસ્તુત છે. અેક મનુષ્યે પૂવૅ જન્મમાં કંઈક અેવા કમોૅ કયાૅ છે કે જેના પરિણામે સ્વરૂપે અા જન્મમાં તે ડોકટર બને છે. અા થયું સંચિત. સંચિતના પરિણામે તેનું અા જન્મનું પ્રારબ્ધ ઘડાય છે. તે બુઘ્ધિપૂવૅક વિચારે છે કે તેને ડોકટર બનવું છે અને તેના જન્મના પ્રયત્નના ફળ સ્વરૂપે અા જન્મમાં ડોકટર બને છે. ડોકટર બનવા માટે અા જન્મમાં તેણે જે શ્રમકયોૅ તેને ક્રિયમાણ કમૅ કહેવાય છે. અા પ્રમાણે પ્રારબ્ધ હોય છે અને પ્રારબ્ધ પ્રમાણે બુઘ્ધિ અનુસરે છે. માટે જ કહેવાય છે. બુઘ્ધિ કમાૅનુસારિણી । જયાં સુધી અગત્ય સમજીને પ્રારબ્ધને શુઘ્ધ કરવામાં ન અાવે ત્યાં સુધી અાઘ્યાત્મિક પ્રગતિની કોઈ સંભાવના જ નથી. ૧. દરરોજ અોછામાં અોછું અેક કલાક જપ અને સ્તોત્રનો પાઠ કરો. અાશા છે કે જયારે અાપ અા વાંચો ત્યારથી જ શુભ શરૂઅાત કરી દેશો સાથે સાથે અા ગણતરી પણ રાખશો. પોતાની વય ગુણ્યા ૩૬પરુ ..... દાખલા તરીકે તમારી વય ૪૦ વષૅની છે. તો ૪૦ ગુણ્યા ૩૬પ બરાબર ૧૪૬૦૦ દિવસની તમારી ઉંમર થઈ. તમારી ઉંમર પ્રમાણે તમારા દરરોજના અેક કલાક જપના ૧૪૬૦૦ કલાક જપ થાય ત્યારે તમે રોજ અેક કલાક જપ કયોૅ અેમ ગણાય. કેટલાક લોકો અનેક પ્રકારનાં પાપકમોૅ, અેટલે કે અહંકાર, દ્વેષ, મત્સર, ઈષાૅ, કપટ, કાવાદાવા વગેરેથી થાકી જાય ત્યારે સામાન્ય રીતે ઉંમરના ૪પરુપ૦ વષોૅ વીતી ગયા પછી દરરોજ બેરુબે કલાક માળા ફેરવવા બેસે છે અને દુનિયા સણક્ષ પોતાની ધમૅપારાયણતાની ડંફાશ મારે છે. અાવું કરવાથી અાત્મદ્વારની વાત તો દર રહી પરંતુ કંઈ પણ પ્રાપ્ત થતું નથી, જેની ખાસ નોંધ લેશો. ઈશ્ર્વરે મને અા દુનિયામાં જે દિવસે મોકલ્યો ત્યારથી જ મારૂ કતૅવ્ય શરૂ થયું છે. જે પરમાત્માઅે અા વિશ્ર્વનું નિમાૅણ કયુૅ અને મને અાત્મવિકાસ કરવા માટે અહીં મોકલ્યો તો મારી ફરજ છે કે હું અોછામાં અોછો અેક કલાક તો તેને યાદ કરૂ. અાવું વિચારીને નમ્રતા અને પ્રેમથી પ્રાથૅના કરવી જેથી ઈશ્ર્વર કૃપા પ્રાપ્ત થશે. ર. દાનરુધમૅ : પ્રભુકૃપાથી તમે જે પણ ધનોપાજૅન કરો છો તેમાંથી ૧પ ટકા દાન ધમૅમાં વપરાવું જોઈઅે. જેથી પ્રારબ્ધ બુઘ્ધિ ત્વરીત થાય છે અને સાંસારિક સુખમાં પણ વૃઘ્ધિ થાય છે. ચંચળ લક્ષ્મી દાન કરવાથી શુઘ્ધ થાય છે. તેથી હંમેશા દાન કરતા રહેવું જોઈઅે. દાનથી ધનવૃઘ્ધિ, યશપ્રાપ્િત અને પ્રારબ્ધ શુઘ્ધિ થાય છે. દાનનો મહિમા દરેક શાસ્ત્રોરુપુરાણોમાં વણૅવ્યો છે. સામાન્ય રીતે અેક પરિવારમાં લક્ષ્મી કે ધન ૬૦ વષૅ સુધી વસવાટ કરે છે. ત્યાર પછી તે પરિવારમાં અન્યાય, ઝઘડા, કોટૅ કચેરી, ભૂતરુપ્રેત અાદિ ઉપદ્રવોનો પ્રવેશ થાય છે અને પરિવારની અધોગતિ શરૂ થઈ દારિદ્રય પામે છે. ધન પુણ્ય પ્રતાપે અાવે છે. અા પુણ્યમાં હંમેશા વધારો કરતાં રહેવું જોઈઅે. કેટલાંક શ્રીમંતોનું ધન માત્ર અેકાદરુ બે દશકા સુધી જ રહે છે. ત્યારપછી અનેક પ્રકારનાં વિઘ્ન અાવવા માંડે છે. વિઘ્નોને કારણે ધન વપરાઈ જાય છે અને શેષ રહે છે અજ્ઞાન, અહંકાર અને દુગુૅણો માટે અા ચંચળ લક્ષ્મી પર કદાપિ વિશ્ર્વાસ કરવો નહિ. તે અહંકાર, સ્વાથૅ, મિથ્યાભિમાન, ઘમંડ વગેરે અસંખ્ય દુગુૅણોને સાથે લઈને અાવે છે અને જતી વખતે અે બધા જ દુગુૅણોને અાપણી પાસે મૂકતી જાય છે. માટે જ અા લક્ષ્મીને કામમાં રોકો, તેને જનતા જનાદૅનની સેવામાં વાપરો. અેમ કરવાથી તે પ્રસન્ન રહે છે અને દુગુૅણોને દુર રાખે છે. ૩. નિરપેક્ષતા : નિ:સ્વાથૅ બુઘ્ધિ જયારે પરિપકવ થાય છે ત્યારે તેને નિરપેક્ષતા કહેવાય છે. ઈશ્ર્વર કે દૈવીરુ દેવતાઅો પાસે કંઈ જ ન માગવું તે નિરપેક્ષતા છે. નિરપેક્ષતાથી અખંડ સમાધાન પ્રાપ્ત થાય છે. મન અેટલું વિશાળ થઈ જાય છે કે ઈશ્ર્વર પણ તેમાં સમાઈ જાય છે. અત્યાર સુધી જે વિગત સમજાવી છે તેનું અાચરણ કરવાથી અાઘ્યાત્મિક લાભ જરૂરી થશે. હવે કેટલીક સાધનાઅો પર દ્રષ્ટિપાત કરીઅે. સાધના : સિઘ્ધાસન, પદ્માસન, સુખાસન અેમ કોઈ અેક રીતે બેસીને પોતાના ઈષ્ટદેવના જપ કરવા જોઈઅે. અેક જ અાસને ચાર કલાક સળંગ બેસવાથી અાસનસિઘ્ધિ પ્રાપ્ત થાય છે. અાસનસિઘ્ધિ પ્રાપ્ત થયા બાદ સાધક અનેક સાધનાઅો કરી શકે છે. માટે અાસનનો અભ્યાસ કરવો થોડાક સમયથી શરૂ કરીને ધીમે ધીમે સમય વધારતા જવું. અામ અેકાદ બે વષૅના પ્રયત્ન પછી અાસનસિઘ્ધ થઈ જાય છે. જયાં સુધી અાસન સિઘ્ધ ન થાય ત્યાં સુધી જપ, નામસ્મરણ, સ્તોત્રપઠન વગેરે અવિરત કરવા જોઈઅે. અાસન સિઘ્ધ થયા પછી ખરી સાધના અાપોઅાપ જ શરૂ થઈ જાય છે. મંત્રસિઘ્ધિ : અાસન પર બેસીને પ્રાથૅના કરવી જોઈઅે. હે પ્રભુ ! મને મારી સાધનામાં યશ અાપો. ત્યાર પછી મંત્ર જાપ શરૂ કરવા જોઈઅે. મંત્ર જાપ કરતી વખતે પૂવૅ અથવા ઉતર તરફ મોઢું રાખવું જોઈઅે. જો માળા લઈને જપ કરતા હો તો ૧૧૦૦૦ જપ અેક અાસન પર બેસીને કરવા જોઈઅે. તેનાથી વધારે થાય તો સારૂ પણ અોછા ન થવા જોઈઅે. વગર માળાઅે પણ જાપ કરી શકો છો. અાવા પ્રકારમાં ત્રણરુચાર કલાક અેક જ અાસન પર બેસીને જપ કરવા જોઈઅે. તેવી રીતે સવારે અને સાંજે ત્રણ કલાક જપ કરવાં જોઈઅે. કેટલાક દિવસો પછી સુગંધ અાવવા માંડે છે. અેટલી બધી સુગંધ કે જાણે અતરની ઘણી બધી શીશીઅો ખુલી ગઈ હોય. મંત્રસિઘ્ધિનું અા પ્રથમ લક્ષણ છે. તે પછી થોડા દિવસો બાદ દેવરુદેવીઅોનો પગરવ સંભળાય છે. અાપણી અાસપાસ કોઈ ઘૂમતું હોય તેવો અાભાસ થાય છે. મંત્રસિઘ્ધિનું અા બીજું લક્ષણ છે. અા અનુભવો થયા પછી પ યથાવત સાધના કયાૅ જ કરવી જોઈઅે. કેટલાક દિવસો બાદ સ્વયં તે દેવ પ્રગટ થાય છે કે જેનો તમે જપ કરો છો. અા મંત્રસિઘ્ધિનું અંતિમ લક્ષણ છે. અહીં મંત્રસિઘ્ધિ થઈ જાય છે અને સાધના પૂરી થાય છે. અા પ્રમાણે અેક સાધનામાં સફળતા મળ્યા બાદ સાધક બીજી અનેક પ્રકારની સાધનાઅો કરે છે. સિઘ્ધ બને છે અને પરમાત્મા સાથે અેકરૂપ થઈ જાય છે. સાધનાનું સ્થૂળ રૂપ કેવું હોય તે અહીં સમજાવ્યું છે. તેનો અથૅ અેવો નહિ કે દરેક સાધનામાં અેક સરખો જ અનુભવ થાય. સવૅ સાધારણ સાત્વિક પ્રકારની સાધનામાં સાધકને ઉપર મુજબનો અનુભવ થાય છે. જે લોકો તાંત્રિક સાધના કરે છે. તેમના અનુભવો પોતપોતાની સાધના મુજબ અલગ અલગ હોય છે અને તેમણે પોતાની ધારેલી વિધા પ્રાપ્ત કરવા માટે અનેક કસોટીઅોમાં પણ પસાર થવું પડે છે. અાવી સાધનામાં કેટલીક વાર ભયાનક દ્રશ્યો દેખાય છે. કદાચ સાધક ડરી જાય તો સમજો કે મરી ગયો. અોછમાં અોછું પાગલ તો જરૂર થઈ જાય. અેટલા માટે તાંત્રિકરુમાંત્રિક, ભૂતરુપ્રેત વગેરે સાધનોથી દૂર રહેવું જ હિતાવહ છે. હંમેશા ભકિતમાં શ્રઘ્ધા રાખી, ભગવાનના નામને જ મંત્ર સમજી, તેનાં જ નિયમિત જપ કરવા જોઈઅે. સાધના માગૅમાં માગૅદશૅન કરવાવાળુ જો કોઈ ન મળે તો ભગવાન શ્રી દત્તાત્રયની છબી સામે રાખીને દરરોજ દત્તાત્રયનો ર૧ વખત પાઠ કરવો જોઈઅે. દત્ત નામનો અેક બે કલાક જપ કરવો જોઈઅે. અામ કરવાથી યથાયોગ્ય માગૅદશૅન અાપોઅાપ મળી રહે છે. સોડંહમ :કેટલાક લોકો સોડંહમ મંત્રનું ઘ્યાન ધરે છે. અાને સોડંહમ સાધના પણ કહેવાય છે. અાસાન પર બેસવું, મેરૂદંડ સીધો રાખવો અને શ્ર્વાસ લેતી વખતે લો... તથા છોડતી વખતે હમ મનોમન જ ઉચ્ચારવું. અામ કરવાથી મન બહુ જલદી જ અેકાગ્ર થાય છે કુંડલિની શકિત જાગૃત થાય છે અને સમય જતાં સાધક પરમહંસ બને છે. અાવી સાત્વિક સાધનાઅોમાં પણ કયારેક વિઘ્નો અાવે છે. પુસ્તકોમાં વાંચીને કુતૂહલવશ સાધક પ્રાથૅનાની શરૂઅાત કરે છે. પરંતુ સાધનાના પ્રથમસોપાન સ્વરૂપે પ્રારબ્ધશુઘ્ધિ પર ઘ્યાન નથી અાપતો, કારણ કે પુસ્તકમાં અા વાતનો ઉલ્લેખ નથી. માટે પ્રારબ્ધ શુઘ્ધિ પર ખાસ ઘ્યાન અાપીને પ્રથમ સત્પ્રવૃતિઅો વધારવી જોઈઅે. પ્રારબ્ધશુઘ્ધિ વિના અને અધુરા જ્ઞાનથી શરૂ કરેલ સાધના ફળ થતી નથી. પ્રારબ્ધ શુઘ્ધિનું લક્ષણ : સાધકનો અહંકાર નષ્ટ થાય છે. દયા, ક્ષમા, શાંતિ, કરૂણા, અહિંસા, દાનશીલતા, પ્રેમ, નમ્રતા, નિરપેક્ષતા, નિસ્પૃહતા, ધૈયૅ, સાહસ, નિભૅયતા, અાત્મવિશ્ર્વાસ, પરોપકાર, વિશ્ર્વ પ્રેમ વગેરે સદગુણોનો સાધકમાં અાવિષ્કાર થવા માંડે છે. અને પ્રારબ્ધશુઘ્ધિની શરૂઅાત થાય છે અાવા ગુણો પ્રગટ થતાં માનવ મહામાનવ બને છે. સિઘ્ધ પુરૂષ બને છે દાન અને પરોપકારની પ્રવૃતિથી પ્રારબ્ધ બહુ જલદી શુઘ્ધ થાય છે માટે અા પ્રવૃતિઅો નિરંતર કરતા રહેવી જોઈઅે. અા શરીર પરોપકાર માટે, મન ઈશ્ર્વર ચિંતન માટે, બુઘ્ધિ વિચાર વિવેક માટે અને અાખું જીવન બ્રહ્મજ્ઞાનની પ્રાપ્િત માટે છે. (સંકલન)


Advertisement