#Me Too સ્ટોરીઝને લઈને મહિલા ચૂપ રહે તો પણ તેને જજ ન કરવી જોઈએ: સોની રાઝદાન

22 October 2018 11:21 AM
Entertainment
  • #Me Too સ્ટોરીઝને લઈને મહિલા ચૂપ રહે તો પણ તેને જજ ન કરવી જોઈએ: સોની રાઝદાન

Advertisement

મુંબઈ: દેશમાં મહિલાઓ પોતાની સાથે થયેલા અન્યાય અને દુર્વ્યવહાર પર નિર્ભીક બનીને બોલી રહી છે. આ વિશે સોની રાઝદાને કહ્યું હતું કે જે પીડિત મહિલાઓ હજી સુધી બોલી નથી એની પાછળ તેની વિવશતા કારણભૂત હશે અને એથી જ તેમને જજ ન કરવી જોઈએ. આ સંદર્ભે સોની રાઝદાને કહ્યું હતું કે ‘આપણી સોસાયટીમાં ફેમિલી જેમ કહે એમ કરવું પડે છે અને આવી સોસાયટીમાં મહિલાઓ સાથે આવી ઘટના ઘટે એ ખૂબજ ભયાવહ છે. આ ચાલી રહેલી ચળવળ એક સકારાત્મક પહેલ છે. પીડિત લોકો આગળ આવીને પોતાની આપવીતી સંભળાવી રહ્યા છે. આ કહેવું ખૂબ સરળ છે કે સતામણી થતી હોય તો નોકરી છોડી દો, પરંતુ જે લોકોનો જીવનનિર્વાહ એ નોકરી પર આધાર રાખતો હોય તેમનું શું? એથી આપણે પીડિતોને ખય ઝજ્ઞજ્ઞ અભિયાન માટે તેમની આપવીતી સંભળાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જે પણ મહિલા આ વિશે મૌન રાખીને બેઠી છે તેને જજ ન કરવી જોઈએ. જે કોઈ મહિલાનું જાતીય શોષણ કરતું હોય છે તે એ વાત સારી રીતે જાણે છે કે તેને નોકરીની ગરજ છે તેથી તે પોતાની નોકરી બચાવવા માટે મૂંગા મોઢે બધું સહન કરશે. તેના માટે ઘર ચલાવવું જરૂરી હોય છે. દરેક કંપનીમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ પર ઝીરો ટોલરન્સ હોવું જોઈએ, જેથી પીડિતો પોતાના માટે સલામતી અનુભવી શકે’.


Advertisement