મને લાઈફમાં કંઈ પણ ફાઈટ કર્યા વગર નથી મળ્યું: કંગના રનોટ

22 October 2018 11:18 AM
Entertainment
  • મને લાઈફમાં કંઈ પણ ફાઈટ કર્યા વગર નથી મળ્યું: કંગના રનોટ

Advertisement

મુંબઈ: કંગના રનોટનું કહેવું છે કે તેને લાઈફમાં એક પણ વસ્તુ ફાઈટ કર્યા વગર નથી મળી. કંગનાએ હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ કવીન ઓફ ઝાંસી’નું શૂટિંગ પૂરું કર્યુ છે. આ ફિલ્મના શૂટિંગની રેપ-અપ પાર્ટીમાં તેણે મીડિયા સાથે વાત કરી હતી. રાણી લક્ષ્મીબાઈ અને તેની લાઈફ વચ્ચે શું સામ્ય છે. એ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘તેમની લાઈફ ખૂબ જ દુ:ખભરી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી. તમે જેમને ચાહતો હો તેમના માટે એવી લાઈફ ન ઈચ્છી શકો. એજ રીતે હું નહીં ઈચ્છું છે કે મારા બાળકો પણ એવી લાઈફનો સામનો કરે. મને નથી ખબર કેમ, પરંતુ બાળપણથી જ મારે દરેક બાબત માટે ફાઈટ કરવી પડી છે. મારી અને રાણી લક્ષ્મીબાઈ વચ્ચે આ જ સમાનતા છે કે અમારે બન્નેએ જન્મથી જ કોઈપણ વસ્તુ મેળવવા માટે ફાઈટ કરવી પડી હતી. જો કે મને એના પર ગર્વ પણ નથી અને એનું દુ:ખ પણ નથી. મારી લાઈફ જેવી છે એનાથી હું ખુશ છું’.


Advertisement