પ્રજાના પ્રશ્ર્નો ફરિયાદો ઉકેલવા ધારાસભ્યો નિષ્ક્રિય; ફરિયાદ સંકલનની બેઠકમાં ગેરહાજર!

20 October 2018 05:27 PM
Rajkot Gujarat

ચંૂટણી જીતી ગયા બાદ મતદારોથી મોઢું ફેરવી લેતા; દર મહિનાના ત્રીજા શનિવારે કલેકટરની અઘ્યક્ષતામાં મળતી ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્ર્નોની રાહ જાેતા અધિકારીઅો

Advertisement

રાજકોટ તા. ર૦ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અાજે ચાલુ મહિનાના ત્રીજા શનિવારે મળતી ફરિયાદરુસંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્ર્નો રુ ફરિયાદ રુ સમસ્યાઅો સંદભેૅ ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ પદાધિકારીઅો અાવતા હોય છે. પણ અાજે કલેકટરની અઘ્યક્ષતામાં મળેલી ફરિયાદ સંકલનની બેઠકમાં અેક પણ પદાધિકારી હાજર રહ્યા ન હતા. તમામ ખાતાના અધિકારીઅો અાજે બેઠકમાં હાજર હતા પણ પ્રજાના પ્રતિનિધિઅો ડોકાયા ન હતા. રાબેતા મુજબ અધિકારીઅો પ્રશ્ર્નો રુ ફરિયાદ સમસ્યા નિવારવા તત્પર હતા પણ પદાધિકારીઅોઅે અેકપણ ફરિયાદ સમસ્યા રજુ કરવાની તસ્દી લીધી નથી. ચૂંટણી સમયે વચનોની લ્હાણી કરી જીતી ગયા બાદ પ્રજાના કહેવાતા પ્રતિનિધિઅો પાસે કોઈ ફરિયાદ જનથી અથવા ઢગલાબંધ પ્રશ્ર્નો છે તે ઉકેલવાની દાનત નથી તેવો સિતારિયો રચાયો હતો. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં દર મહિનાની ત્રીજા શનિવારે તમામ પદાધિકારીઅોને પ્રજાના પ્રશ્ર્નો રુ સમસ્યા અને ફરિયાદ રજુ કરવાની તક હોય છે. તમામ સરકારી કચેરીના ટોચના અધિકારીઅોને જવાબ અાપવા હાજર રહેવાનું ફરજીયાત હોય છે. જે તે ખાતાના પ્રશ્ર્નો ફરિયાદો પર ચચાૅ કરી તેનો નિવેડો લાવવાનો હોય છે પરંતુ અાજે જિલ કલેકટર કચેરીમાં મળેલી ફરિયાદ રુ સંકલન સમિતિની બેઠકમાં અેકપણ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પ્રજાના પ્રતિનિધિ હાજર રહ્યા ન હતાં. અાજે મળેલી બેઠક પરથી અેવુ ફલિત થાય છે કે રાજકોટ શહેર રુ જિલ્લાની પ્રજાને હવે અેકપણ ફરિયાદ નથી, સમસ્યા નથી બધા સાજારુનરવારુસુખી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રજાના પ્રશ્ર્નો રુ ફરિયાદો રજુ કરવામાં અેક માત્ર ધારાસભ્ય કુંવરજી બાવળિયા સક્રિય હતા. પરંતુ કંુવરજી બાવળિયાઅે પ્રજાદ્રોહ કરી કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કયોૅ ત્યારથી લઈ અાજદિન સુધીમાં અેકપણ વખત સરકાર વિરૂઘ્ધ ફરિયાદ સમસ્યા રજુ કરી નથી. ભાજપના ધારાસભ્યો સરકાર વિરૂઘ્ધ હરફરુઉચ્ચારી શકતા નથી. અા જગજાહેર વાત છે પરંતુ પ્રજાની સમસ્યા પ્રશ્ર્ન નિવારવા યોગ્ય ફલેટફોમૅ છે તેનો પણ ઉપયોગ કરતા નથી. સરકાર વિરૂઘ્ધ પ્રશ્ર્નો સમસ્યા નહિ ઉઠાવનાર ધારાસભ્યો પ્રજાના રહ્યા નથી તેવો સિનોરિયો જાેવા મળ્યો છે. દરમ્યાન રાબેતા મુજબ જિલ્લા કલેકટર કચેરીમાં અાજે મળેલી ફરિયાદરુસંલન સમિતિની બેઠકમાં તમામ ખાતાના અધિકારીઅો હાજર હતા પણ પ્રશ્ર્નો ફરિયાદ હતી નહિ. તમામ ખાતાના અધિકારીઅો અેક બીજા અધિકારીઅોના મોઢા જાેઈ બેસી રહ્યા હતાં. અા હતી અાજની જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકની સ્થિતિ!


Advertisement