કેન્દ્ર સરકારની પ્રજાવિરોધી કાયૅશૈલી સામે દહ. બિન સાંપ્રદાયિક પક્ષો સાથે રહી લડત અાપશે

20 October 2018 05:25 PM
Ahmedabad Rajkot
  • કેન્દ્ર સરકારની પ્રજાવિરોધી કાયૅશૈલી સામે દહ. બિન સાંપ્રદાયિક પક્ષો સાથે રહી લડત અાપશે

લોકસભાની ચંૂટણી સંદભેૅ જિલ્લા વાઈઝ નિરીક્ષકોની નિયુકિત લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી પ્રફુલ્લ પટેલ અને કચ્છમાં ડાર્. દાફડાને લડાવવા વિચારણા: અાગેવાનોઅે સાંજ સમાચારની લીધેલી મુલાકાત

Advertisement

રાજકોટ તા. ર૦ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (અેન.સી.પી.) ગુજરાત પ્રદેશ દ્રારા અાગામી લોકસભાની ચૂંટણી ર૦૧૯ ને ઘ્યાનમાં રાખીને લોકસભા નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. જેમાં અશ્ર્િવન ભીમાણી (રાજકોટ) હરેકૃષ્ણ જાેશી (જામનગર) હેમાંગ શાહ (અમદાવાદ પૂવૅ) રાજેશ ત્રિવેદી (અમદાવાદ પક્ષ્ચિમ) કાંધલ જાડેજા (પોરબંદર) જમનાદાસ ગેડીયા (જૂનાગઢ) સુખાભાઈ ડાંગર (કચ્છ) અોમદેવસિંહ જાડેજા (સુરેન્દ્રનગર) કરશનજી ઠાકોર (ગાંધીનગર) શિવરામ ફોશી (પાટણ) જયંતી ગોહિલ (ભાવનગર), જે.અાર. જાની (અમરેલી) સહિતની નિમણૂંક કરવામાં અાવી છે. લોકસભા બેઠકો વાઈઝ લોકસભા નિરીક્ષકોની નિયુકિત કરવામાં અાવી છે. અને.સી.પી.ના ડાર્. જગદીશભાઈ દાફડા (મહામંત્રી ગુજરાત પ્રદેશ) સુખદેવભાઈ ડાંગર (ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ) તેમજ રાજકોટ શહેર અેન.સી.પી.ના પ્રમુખ દૂષ્યંતભાઈ ગોહિલ તથા હરિકૃષ્ણ જાેષી, અશ્ર્િવનભાઈ ભીમાણી અે અાજે ‘સાંજ સમાચાર’ કોપોૅરેટ હાઉસની લીધેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે અેન.સી.પી. ખેડૂતોના પ્રશ્ર્નો શિક્ષણ અને અારોગ્યની સમસ્યાઅો મોંઘવારી અને સરકારના ખોટા નિણૅયો સામે લડત અાપશે. અા અંગે અાજે રાજકોટ સકીૅટ હાઉસ ખાતે ખાસ બેઠક અાયોજીત કરવામાં અાવેલ છે. તેઅોઅે જણાવ્યું હતું કે અાગામી લોકસભાની ચંૂટણીમાં રાજકોટની બેઠક પરથી પ્રફુલ્લ પટેલ તેમજ કચ્છની બેઠક પરથી ડાર્. જગદીશભાઈ દાફડાને લડાવવા વિચારણા કરવામાં અાવી રહી છે. અાગેવાનોઅે જણાવેલ હતંુ કે સમજૂતી થશે તો અેન.સી.પી. તાલમેલથી ચૂંટણી લડશે અને સમજૂતી નહી થાય તો તમામ બેઠક પરથી અેન.સી.પી. ઝંપલાવશે.


Advertisement