અમેરિકામાં ગુજરાતી સમાજ દ્રારા રાસ-ગરબા મહોત્સવ યોજાયો

20 October 2018 02:04 PM
Dhoraji
  • અમેરિકામાં ગુજરાતી સમાજ દ્રારા રાસ-ગરબા મહોત્સવ યોજાયો

હજારો ગુજરાતીઅોઅે મનમૂકીને ગરબા લીધા

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ર૦ અમેરીકાનાં મીલીગત રાજયના પોટીઅેક સ્વામીનારાયણ મંદીર તથા ગુજરાતી સમાજ દ્રારા નવરાત્રી પ્રસંગે રાસરુગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરીવારજનો જાેડાયા હતા. અા ગરબા મહોત્સવમાં મંદીરના અગ્રણી અનંતભાઈ પટેલ, અશ્ર્વીનભાઈ વઘાસીયા, સેવાભાવી રાજુભાઈ, સ્નેહલભાઈ, કેતનભાઈ કોરડીયા, બટુકભાઈ પટેલ, અનીલભાઈ સેટા, સંજયભાઈ પોલ સહીત બહોળી સંખ્યામાં ગુજરાતીઅોઅે પ્રાચીન અને અવાૅચીન રાસ ગરબા લીધા હતા. અા પ્રસંગે અમેરીકામાં રાત્રે ગુજરાતમાં હોય તેવું માહોલ સજાૅયો હતો. અા તકે માતાજીની અારાધના સાથે તમમ ગુજરાતીઅો દ્રારા મહાઅારતી યોજાયેલ હતી અને સમગ્ર વિશ્ર્વ કલ્યાણ અથેૅ પ્રાથૅના કરેલ અા તકે અમદાવાદના તારકભાઈ પટેલઅે તમામ લોકોને અાવકારેલ અને નવરાત્રીની શુભેચ્છાઅો અાપેલ.અા તકે રાસ ગરબામાં બેસ્ટ દેખાવો કરવા બદલ અમેરીકામાં વસતા સમાજ શ્રેષ્ઠીઅો તેઅોને બીરદાવેલ અા તકે અમેરીકન મહીલાઅો અને યુવતીઅોઅે પણ ગુજરાતી ડે્રસમાં રાસગરબામાં જાેડાયેલ હતા.


Advertisement