સાંસદો-ધારાસભ્યોના માનપાન જાળવવા અધિકારીઅોને સરકારની સૂચના

20 October 2018 12:09 PM
Ahmedabad Gujarat

ખાસ સકયુૅલર જારી કયોૅ

Advertisement

ગાંધીનગર, તા. ર૦ ગુજરાત સરકારે અેક વિચિત્ર પરિપત્ર બહાર પાડી સાંસદ અને ધારાસભ્યો જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઅો સાથે સારો વતાૅવ કરવા અધિકારીઅોને જણાવ્યું છે. વડોદરાના ૩ ધારાસભ્યોઅે મુખ્યપ્રધાનને સરકારી અધિકારીઅો દ્વારા ગેરવતાૅવ થતો હોવાની ફરીયાદ કયાૅ પછી અાવો સકયુૅલર બહાર પાડવામાં અાવ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે પ અોકટોબરે અા સકયુૅલર બહાર પાડયો હતો. જેમાં સરકારી અધિકારીઅો માટે કેન્દ્ર સરકારના અોફિસ મેમોરન્ડમને ટાંકવામાં અાવ્યું છે. અા સકયુૅલર દ્વારા અધિકારીઅોને સરકાર માટે અોફિસની મુલાકાતે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઅોનું માન જાળવવા સૂચના અાપવામાં અાવી છે. અધિકારીઅોને ચૂંટાયેલા પ્રતિનિધિઅો માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવા જણાવાયું છે. જેથી તેમને અનાદર થયાનું ન લાગે.


Advertisement