21મીએ મુખ્યમંત્રી બોટાદમાં; જીલ્લા ન્યાય મંદિરના લોકાર્પણ સહીતના કાર્યક્રમો

20 October 2018 12:05 PM
Botad
  • 21મીએ મુખ્યમંત્રી બોટાદમાં; જીલ્લા ન્યાય મંદિરના લોકાર્પણ સહીતના કાર્યક્રમો

31.17 કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્યાયમંદિરમાં અતિ આધુનિક સુવિધા

Advertisement

બોટાદ તા.20
નવરચિત બોટાદ જીલ્લાના લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરીપાકરૂપે બોટાદ જીલ્લા મથક ખાતે અંદાજીત રૂપિયા 3117 કરોડના ખર્ચે જીલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર.સુભાષ રેડ્ડીના હસ્તે કરવામાં આવશે. બોટાદ ખાતે તા.21મી ઓકટોબરના રોજ સાંજના 4.00 કલાકે ન્યાય મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના જજશ્રી સોનિયા ગોકાની તથા કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોર્ટ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફીસ બેન્ક, એટીએમ, ઘોડીયાઘર, લેડીઝ અને જેન્ટસ બાદ રુમ એડવોકેટ કલાર્ક રુમ, ગાર્ડ રુમ મહિલા-પુરુષ સિવિલ જેલ રુમ, સમાધાન રુમ, લીગલ એઈડ કલીનીક, કેસ ફાઈલીંગ સેન્ટર, સ્ટાફ કેન્ટીંગ, જનરલ કેન્ટીંગ, કોર્ટ વાઈઝ સ્ટેનો રુમ, સ્ટાફ રૂમ રેકર્ડ રૂમ, મુદામાલ રૂમ, કોન્ફરન્સ રૂમ, વિડીયો કોન્ફરન્સ રૂમ, સરકારી વકીલશ્રીની ઓફીસો, પુછપરછ રૂમ, બગીચો, જુદા-જુદા વાહનો માટેના પાર્કીંગ, મહિલા ફરિયાદ નિવારણ રૂમ, બાર એસોસીએશન માટે લાયબ્રેરી રૂમ, ઝેરોક્ષ રૂમ ઉપરાંત દરેક ફલોર ઉપર પીવાના પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.


Advertisement