આ તસવીરોમાંની ચીજો ખાઇ શકાય એવી છે અને એમાં ફોટોશોપની કોઇ કમાલ નથી

19 October 2018 01:19 PM
Off-beat Technology
  • આ તસવીરોમાંની ચીજો ખાઇ શકાય એવી છે અને એમાં ફોટોશોપની કોઇ કમાલ નથી

Advertisement

ફ્રાન્સ : હવામાં લટકતી ચમચી કે ફોર્કવાળી આ ડિશની તસવીરો હાલમાં કેટલાક સાયન્ટિસ્ટો દ્વારા ટવીટર પર તરતી મૂકાઇ છે. આ તસવીરો એકદમ નેચરલ છે. એમાં બતાવેલું ખાવાનું પણ ઇટેબલ છે અને એમાં કમ્પ્યુટર દ્વારા કોઇ કારીગરી કરવામાં નથી આવી. ઓસ્ટ્રિયાના કાર્મેન પોસ્નિંગ અને ફ્રાન્સના સાઇપ્રિન વર્સેકસ નામના બે સાયન્ટિસ્ટોએ એક પ્રયોગ કર્યો છે એની આ કમાલ છે. એન્ટાર્કટિકાના માઇનસ 30 ડિગ્રીથી ઓછા તાપમાને ખોરાકની સ્થિતિ કેવી રહે છે એ તપાસવા માટે આ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો. 13 જણની ટીમ જયારે એન્ટાર્કટિકાના એસ્પીડિશન માટે ગઇ ત્યારે તેમણે માઇનસ 70 ડિગ્રીમાં બહાર રાંધવાનો પ્રયોગ કર્યો હતો. નૂડલ્સ બનાવ્યા પછી તરત જ જેવાં એને બોલમાં કાઢવામાં આવે છે. ત્યારે ઠંડકને કારણેએ થીજી જાય છે. આ જમાવટ એટલી સ્ટ્રોન્ગ હોય છે કે એમાં ભરાવેલી ચરચી પણ ઉંચે સ્થિર થઇ જાય છે.


Advertisement