ધોરાજીના ધારાસભ્ય વસોયાનું પાણી ઉતયુૅ ? : ભાદરના પાટીયા ખોલવાનો કાયૅક્રમ રદ

19 October 2018 01:07 PM
Dhoraji

અંગત વ્યકિતઅોઅે છેડો ફાડતા છેલ્લી ઘડીઅે કાયૅક્રમનો ફિયાસ્કો થયાની ચચાૅ

Advertisement

રાજકોટ, તા. ૧૯ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાઅે મોટા ઉપાડે ભાદર ડેમના પાટીયા જાતે ખોલવાના કાયૅક્રમની કરેલી જાહેરાત બાદ છેલ્લી ઘડીઅે અા કાયૅક્રમ જ પડતો મુકાતા અા વિસ્તારમાં અવનવી ચચાૅઅોઅે જોર પકડયું છે. ચચાૅની વિગતો મુજબ ધારાસભ્ય વસોયાઅે ખેતીપાકના પિયત માટે ભાદર ડેમનું પાણી અાપવા સરકારની વિરૂઘ્ધ થઈ ડેમના પાટીયા ખોલવાની જાહેરાત કરી હતી પરંતુ પોતાના જ પક્ષના સમથૅકો તેમની સાથે ન રહેતો તેઅોને છેલ્લી ઘડીઅે અા કાયૅક્રમ પડતો મુકવાની ફરજ પડી છે. તેવું કહેવાય છે. ધારાસભ્ય વસોયાના અંગત વ્યકિતઅોઅે તેમનાથી છેડો ફાડતા નવા સમીકરણોનું રચાયા હોવાનું ચચાૅઈ રહયું છે. અહીં અે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધોરાજીરુઉપલેટાના કોંગી ઉમેદવાર તરીકે લલીત વસોયાના નામની જાહેરાત બાદ લલિત વસોયાઅે પોતે સ્થાનિક ઉમેદવાર હોય અને દરેક સમયે લોકોની પડખે ઉભા રહેશે તેવા અનેક વાયદાઅોની લ્હાણી કરેલ હતી. જેના લીધે ધોરાજીરુઉપલેટાને વષોૅ પછી સ્થાનિક ઉમેદવાર મળતા અને લોકોઅે લલિત વસોયાની વાતોમાં અાવી તેને બહુમતીથી વિજય અપાવ્યો હતો. અા ઉપરાંત વસોયાનો ગઢ અેવા ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીઅોમાં પણ સ્થાનિકોઅે કોંગ્રેસને બહુમતી અપાવી નગરપાલિકાની ગાદી સોંપી હતી પરંતુ તેમાં પણ સભ્યો સભ્યો વચ્ચે મલાઈ તારવવાની લડાઈમાં નગરપાલિકાનાં પ્રમુખ પર અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરવામાં અાવી હતી. બાદમાં જનરલ બોડૅમાં પણ વિકાસના મુદાઅોને બહાલી ન અાપી પાલિકાને સુપરસીડ કરવાનો તખ્તો ઘડાયો હતો ત્યારબાદ પાલિકા સુપરસીડ ન થાય અને વિકાસના મુદાઅોને બહાલી મળે તે માટે સભ્યો સાથે મોટા પાયે સેટીંગ પાડી માંડ પાલિકામાં કોંગ્રેસ સતા સાચવી હોવાનું કહેવાય છે. ત્યારે વસોયાઅે ખુદ અા બાબતનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગયેલ હતા. તથા ચૂંટણી જીત્યા બાદ વસોયાઅે અનેક પ્રશ્ર્નો ઉઠાવ્યા પરંતુ અેક પણ પ્રશ્ર્નો નિરાકરણ તેઅો લાવી શકયા નથી જેથી સરકારમાં પોતાનું કંઈ ચાલતુ ન હોવાની વાત ઉપસી છે. અેવું પણ ચચાૅઈ રહયું છે કે ધારાસભ્ય વસોયા વારંવાર કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા પર કોઈને કોઈ મુદે પાયાવિહોણા પ્રહારો કરી ભાજપમાં અાવવા હવાતીયા મારી રહયા છે. ધારાસભ્ય વસોયાના કાયૅક્રમનો ફિયાસ્કો થતા અા વિસ્તારમાં અવનવી ચચાૅઅે જોર પકડયું છે. રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મેહુલ ચંદ્રવાડીયાઅે ધારાસભ્ય વસોયા પર અાકરા પ્રહારો કયાૅ છે.


Advertisement