બોટાદમાં વિજયાદશમીની ઉજવણી: કાઠી ક્ષત્રિય સેના દ્વારા શોભાયાત્રા, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

19 October 2018 12:50 PM
Botad
  • બોટાદમાં વિજયાદશમીની ઉજવણી: કાઠી ક્ષત્રિય સેના દ્વારા શોભાયાત્રા, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા
  • બોટાદમાં વિજયાદશમીની ઉજવણી: કાઠી ક્ષત્રિય સેના દ્વારા શોભાયાત્રા, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

Advertisement

રાજકોટ તા.19
વિજયા દશમીએ શ્રી રામ પ્રભુએ રાક્ષસરાજ રાવણનો વધ કરેલ તેમજ માં દુર્ગાએ ચંડમુંડ રાક્ષસનો વધ કરેલ તેમજ માંડવોએ કૌરવો ઉપર વિજય મેળવેલ ટુંકમાં અધર્મ ઉપર ધર્મનો વિજય થયેલ તેથી ભારતભરના ક્ષત્રિયો વિજયા દશમી પ્રસંગે સમી પુજન અને શસ્ત્ર પુજનના કાર્યક્રમો યોજાય છે.
અગાઉના રાજાશાહી યુગમાં ક્ષત્રિયો દ્વારા અશ્ર્વદોડ, ઉંટદોડ, બળદગાડા દોડ, તલવારબાજી, મલકુશ્તી, તિરંગાબાજી, રાયફલ શુટીંગ જેવા કાર્યક્રમો યોજાતા હવે સમય પ્રમાણે શસ્ત્રપુજનના જ કાર્યક્રમો યોજાય છે. કારણ કે ક્ષત્રિયો માટે આ વિજયાદશમીનો પર્વ દિવાળી કરતા પણ મોટો હોય છે. બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ અને સૂર્યસેનાના સુપ્રીમો સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં છેલ્લા 28 વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે. તેવી જ રીતે આ વર્ષે પણ સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં અને ગીરનારી આશ્રમ જગન્નાથ મંદિરના મહંત નટુબાપુ તથા રોકડીયા હનુમાનજી મંદિરના મહંત પરમેશ્ર્વરદાસ બાપુ તથા જોરૂભાઈ ધાધલ (તરઘરા વાળા) તથા વિરેન્દ્રભાઈ (મુનાભાઈ સાળંગપુર વાળા) તથા પ્રતાપભાઈ (પાટીયાળી વાળા) તથા શીવુભાઈ (આકડીયા વાળા) તથા ઓઢભાઈ તથા રણજીતભાઈ તથા પીઠુભાઈ (નડાળા વાળા) તથા કનુભાઈ (ઝરીયાવાળા) તથા બહાદુરભાઈ (હડદડ વાળા) તથા બટુકભાઈ (ચમારડી) તથા રઘુભાઈ ધાધલ તથા જયરાજભાઈ ખવડ તથા બાબભાઈ (સાળીંગપુર) તથા શીવરાજભાઈ (ખાંભડા) અને દિલીપભાઈ સાબવા વિગેરે મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં ગઈકાલે સવારે 10-30 કલાકે સૂર્ય શકિત અને શસ્ત્ર પુજનબાદ શ્રી સૂર્યદેવના જયનાદ સાથે ભવ્ય શોભાયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર નિકળેલ ત્યારે ગ્રામજનોને રાજાશાહી યુગની ઝલક જોવા મળેલ આ શોભાયાત્રા પરત શુભમ કોમ્પલેક્ષ ખાતે પહોંચતા કાર્યક્રમ સંપન્ન થયેલ તેમ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.


Advertisement