લગાતાર ૩૬ કલાક હસવાનો રેકોડૅ બન્યો

17 October 2018 01:02 PM
India World
  • લગાતાર ૩૬ કલાક હસવાનો રેકોડૅ બન્યો

Advertisement

દિલ્હીમાં ડો. હરીશ રાવતના નેતૃત્વમાં છ જણની ટીમે લગાતાર લગભગ દોઢ દિવસ સુધી હસ્યા કરીને અનોખો રેકોડૅ બનાવ્યો છે. દિલ્હીના કોશંાબીમાં અાવેલા અેક કમ્યુનિટી સેન્ટરમાં ડો. હરીશ રાવતના નેતૃત્વમાં છ મિત્રોઅે લાફટર મેરથોન કરી હતી. હસવાની અા ચેલેન્જ તેમણે ૩૦ જુનની સવારે ૯.૩પ વાગ્યે શરૂ કરેલી અને પહેલી જુલાઈની સાંજે ૯.૩૭ વાગ્યે મેરથોન પૂરી થઈ. અા પહેલાં સૌથી લાંબો સમય હસવાનો રેકોડૅ ઈટલીના બે ભાઈઅોના નામે હતો. તેમણે ર૪ કલાક ૧૩ મિનિટ લાફટર મેરથોન કરી હતી. જોકે ડો. હરીશ રાવતના નેતૃત્વમાં અંકુર દીવાન, સ્નિગ્ધા બેનરજી, દીક્ષા સચાન, મધુ ગોયલ રોહન મિશ્રા અને અાકાશ પાંડે નામના છ યુવકોઅે લગાતાર હસવાનંુ બીડું ઝડપ્યું હતંુ. અા ઈવેન્ટમાં છઅે પાટિૅસિપન્ટસૅ અટ્ટહાસ્યથી લઈને હળવું હાસ્ય ચહેરા પર બનાવી રાખવાનંુ હતંુ. દર ચાર કલાકે ટીમને પાંચ મિનિટનો બ્રેક અાપવામાં અાવતો હતો. અા અાખીયે ઈવેન્ટનંુ ખાસ નિષ્ણાતોની હાજરીમાં વિડિયોરુરેકોડીૅંગ થયંુ હતંુ. જો કે તાજેતરમાં ગિનેસ વલ્ડૅ રેકોડૅસ તરફથી તેમને લોન્ગેસ્ટ લાફટર મેરથોનનો રેકોડૅ તોડયાનું સટીૅફિકેટ મળ્યંુ હતંુ.


Advertisement