ગુગલ તમને શોપીંગ ટેબ દ્વારા બજારમાં લઈ જશે

16 October 2018 12:25 PM
India Technology
  • ગુગલ તમને શોપીંગ ટેબ દ્વારા બજારમાં લઈ જશે

યુઝર્સ પ્રોડકટ ખરીદવા સર્ચ કરશે ત્યારે સર્ચ એન્જીન તમને ઈકોમર્સ પ્લેટફોર્મ પર લઈ જશે : એમેઝોને માર્કેટ શેર છીનવી લીધો હોવાથી ગુગલ નવી પહેલ કરશે. ભવિષ્યમાં ઈકોમર્સ પ્લેટફોર્મનો પાયો નાખશે

Advertisement

બેંગાલુરુ તા.16
સર્ચ એન્જીન જાયન્ટ ગુગલ ભારતમાં ટુંકમાં શોપીંગ ટેબ શરૂ કરશે. એ કારણે યુઝર્સ પ્રોડકટ ખરીદવા સર્ચ કરી શકશે અને ગુગલ તેમને પ્રોડકટ લિસ્ટીંગ માટે મર્ચન્ટ વેબસાઈટ અથવા ઈકોમર્સ પ્લેટફોર્મ તરફ જવા જણાવશે.
ગુગલ આ બાબતે કેટલાય મહિનાઓથી સંશોધન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના અંત પહેલા પૂર્ણાકક્ષાએ લોન્ચ કરતા પહેલાં શોપીંગ ટેબ પ્રાયોગીક ધોરણે શરૂ કરાશે.
ગુગલના પ્રવકતાએ જણાવ્યું હતું કે પ્રોડકટ ઝડપથી અને સ્થાનિક મર્ચન્ટ પાસેથી અસરકારકપણે ખરીદવા ગ્રાહકોને મદદ કરવા અમે હંમેશ જુદા જુદા વિકલ્પો તૈયાર કરતા હોઈએ છીએ.
કંપનીની શોપીંગ ટેબ પહેલમાં ભાગીદાર બનવા ગુગલે ફિલપકાર્ટ, પેટીએમ મોલ અને સ્નેપડીલ જેવી ઈકોમર્સ કંપનીઓ સાથે વાત કરી છે. જો કે ગુગલ અત્યારે તેની પેમેન્ટ પ્રોડકટ અથવા અન્ય કોઈ રીતે ઓનલાઈન શોપીંગ સાઈટ શરુ કરવા જઈ રહી નથી.
મોટી ઈકોમર્સ વેબસાઈટ ઉપરાંત ગુગલ તેના મોટા નેટવર્કમાં રજીસ્ટર્ડ તેના મોટા નેટવર્કમાં રજીસ્ટર્ડ નાના અને મધ્યમ સાહસો, વેપારીઓ એટલે કે નજીકની કરિયાણાની દુકાનોથી માંડી હાઈએન્ડ હેન્ડીક્રાફટ સ્ટોરને પણ આવરી લેશે. આથી ગ્રાહક ઈચ્છે તે પ્રોડકટ મેળવી શકશે. એમેઝોન અને ફિલપકાર્ટથી વિપરીત, આ વેપારીઓ-ઉદ્યોગોએ ગુગલનાં પ્લેટફોર્મ પર લિસ્ટીંગ કરાવવાની જરૂર નહીં રહે.
હાલ પુરતી આ સેવા નિશુલ્ક રહેશે. કેટલાક નિષ્ણાંતોના મતે ઈન્ટરનેટ જાયન્ટ પોતાની ઈમાર્કેટ વેબસાઈટ શરૂ કરે એ પહેલાંની આ ઝલક શરુઆત છે. એમેઝોને પણ ઈકોમર્સમાં ઝંપલાવતા પહેલાં કિંમત તફાવત જાણવા જંગલ ડોટ કોમની શરુઆત કરી હતી.
અમેરિકામાં પ્રોડકટ સર્ચીસમાં
ગુગલ એમેઝોન સામે બજારહિસ્સો ગુમાવી રહી હોવાથી તેની જાહેરખબરની આવક ઘટી છે, અને એ કારણે પ્રોડકટ સર્ચમાં ઝંપલાવવા માંગે છે. અમેરિકામાં 50-60% પ્રોડકટ સર્ચ એમેઝોન પર થાય છે, અને એથી ગુગલ બાજુએ રહી જાય છે.
ગુગલ સર્ચ પેજના ન્યુઝ અથવા ઈમેજીસ ટેબ જેવી શોપીંગ ટેબ યુઝર્સને પ્રોડકટના જુદા જુદા લિસ્ટીંગમાં ખાંખાખોળા કરવાની તક આપશે. ગુગલ પ્રોડકટ લિસ્ટીંગ એડ દ્વારા પ્રોડકટ લિસ્ટ કરે છે, પણ શોપીંગ ટેબ યુઝર્સને વધું કંટ્રોલ આપશે.
ઉદાહરણ તરીકે યુઝર્સ ભાવ અથવા અન્ય દ્રષ્ટીએ પ્રોડકટ ફીલ્ટર કરી શકશે. (મતલબ કે જુદા જુદા આધારે પ્રોડકટ સર્ચ કરી શકશે). એ સાથે યુઝર્સ ડિટેલ્સ પેજમાં જઈ પ્રોડકટથી વધુ વિગતો મેળવી શકશે.
વેપારીઓના પક્ષે, પ્રોડકટ ફીડ સાથે તે ગુગલના મર્ચન્ટ સેન્ટરમાં રજીસ્ટ્રેશન માટે પ્લગ-ઈન કરી શકશે.
8થી9 કરોડ ઓનલાઈન શોપર્સ સાથે ગુગલ માટે ભારત મોટું બજાર છે.


Advertisement