સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણમાં પધારજો: ઉતરપ્રદેશના મુખ્યમંત્રીને વિજયભાઈનું આમંત્રણ

15 October 2018 07:05 PM
Ahmedabad Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણમાં પધારજો: ઉતરપ્રદેશના મુખ્યમંત્રીને વિજયભાઈનું આમંત્રણ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણમાં પધારજો: ઉતરપ્રદેશના મુખ્યમંત્રીને વિજયભાઈનું આમંત્રણ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રીની મુલાકાત લેતા ગુજરાતના મુખ્યમંત્રી: રાજયમાં યોજાનારા વાયબ્રન્ટ સમીટ માટે પણ આમંત્રણ

Advertisement

ગાંધીનગર તા.15
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ લખનૌ માં ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સાથે આજે મુલાકાત કરીને તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર સાહેબ ની વિશ્વ ની વિરાત્તમ પ્રતિમા ના લોકાર્પણ માં ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું.
વિજય ભાઈ એ યોગી આદિત્યનાથજી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારત ના પ્રથમ મંત્રી મંડળ ની સમૂહ તસ્વીર ભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. રોજ ના 15 હજાર થી વધુ પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારત ની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્ય ના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત તહેત બનશે.. તેમણે યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યો ને આવા ભવન નિર્માણ માટે ગુજરાત સરકાર ના સહયોગ ની ખાતરી આપી હતી.
વિજય ભાઈ એ ઉમેર્યુકે સરદાર સાહેબ ની વિરાટ પ્રતિભા ને વિરાટ તમ પ્રતિમા થી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિત ની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે. યુ.પી ના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી એ સરદાર સાહેબ ની આ પ્રતિમા ના આધાર પર અયોધ્યા માં ભગવાન રામચંદ્રજી ની પ્રતિમા નિર્માણ માટેની સંભાવના ઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલ સુચન ને વિજય ભાઈ રૂપાણી એ આવકાર્યું હતું.
વિજય ભાઈ એ કહ્યું કે આ પ્રતિમા લોકાર્પણ બાદ દરેક રાજ્યો ના નાગરિકો એકતાઅખંડિતતા નું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન પણ સરકાર કરી રહી છે. આગામી દિવસો માં રાજ્યો ના પોલીસ વડાઓ ની પરિષદ તેમજ રાજ્યો ની વિધાન સભા ના અધ્યક્ષો ની કોન્ફરન્સ પણ યોજાવાની છે.
મુખ્યમંત્રી એ આ બેઠક દરમ્યાન ગુજરાત ના ગિફ્ટ સીટી માં હવે ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી શરૂ થવાથી વિશ્વ વેપાર કેન્દ્ર ગુજરાત બન્યું છે તેની તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમ્મિટ ની સફળતા ને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટંમેન્ટ બન્યું છે તેની પણ વિશદ ચર્ચા કરી હતી. આ વેળા એ યુ.પી સરકાર ના આલા અફસરો પણ જોડાયા હતા.


Advertisement