પેટ્રોલના ભાવ સ્થિર પણ ડીઝલ વધુ 8 પૈસા મોંઘુ

15 October 2018 12:29 PM
Ahmedabad Gujarat
  • પેટ્રોલના ભાવ સ્થિર પણ ડીઝલ વધુ 8 પૈસા મોંઘુ

પેટ્રોલીયમ ભાવવધારો અટકવાનું નામ નથી લેતો : કેન્દ્રની રાહત દસ દિ’માં સંપૂર્ણ ધોવાઈ ગઈ

Advertisement

રાજકોટ તા.15
પેટ્રોલીયમ ચીજોમાં ભાવવધારાનો કોઈ અંત નથી. આજે પેટ્રોલમાં ભાભવવધારાને બ્રેક લાગી હતી. પરંતુ ડીઝલ મોંઘુ થવાનુ ચાલુ રહ્યું હતું. ડીઝલમાં આઠ પૈસાનો ભાવવધારો છે.
રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ 79.49માં સ્થિર રહ્યા હતા. જયારે ડીઝલ 8 પૈસાના વધારાથી 78.70 થયું હતું. પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો ભાવ તફાવત હવે માત્ર 70 પૈસાનો રહી ગયો છે.
ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ક્રુડતેલ ઘટવાની સાથોસાથ રૂપિયો પણ સ્ટ્રોંગ થયો હતો છતાં લોકો- ગ્રાહકોને તેનો કોઈ લાભ મળ્યો નથી અને ભાવવધારાનો સિલસિલો જારી રહ્યો છે.
પાટનગર દિલ્હીમાં પણ પેટ્રોલ સ્થિર હતું. પરંતુ ડીઝલ 8 પૈસા મોંઘુ થઈને રૂા.75.46 થયુ હતું. મુંબઈમાં ડીઝલનો ભાવ 9 પૈસા વધીને 79.11 થયો હતો.


Advertisement