સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

15 October 2018 11:59 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

Advertisement

સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા પ્રસુતા મહિલા ઓને સુખડી, લાડવા અને સાડી વિતરણ
સાવરકુંડલા કબીર ટેકરી કબીર આશ્રમ દ્વારા શહેર માં રહેતા ગરીબ અને નબળા પરિવાર ની મહિલા ઓને પ્રસુતિ દરમિયાન કબીર ટેકરી દ્વારા ગાય માં શુધ્ધ ઘી માં બનાવી સુખડી, લાડુ, અને સાડી આપવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેર માં રહેતા ગરીબ અને નિરાધાર લોકો ને કબીર ટેકરી દ્વારા ઘરે ઘરે જઈ ને ભોજન આપવામાં આવી રહ્યું છે તથા વિવિધ સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે.

વાડિયાની સમસ્ત ગરબી મંડળની નાની મોટી બાળાઓને મહાપ્રસાદ નું આયોજન
વડિયા શહેરમાં આજે લોહાણા સમાજની વડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળની નાની મોટી 800 જેટલી બાળાઓને દરવર્ષ ની જેમ આજે ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું આ આયોજનમાં વડીયા સમસ્ત ગરબી મંડળની નાની મોટી આશરે સાતસો થી આઠસો જેટલી બળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો આજ રીતે વડીયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાઓને મહાપ્રસાદનું આયોજન રાત્રીના સોરઠીયા વાડી ખાતે પણ આજરીત કરવામાં આવેલ હતું જેમાં દાતાશ્રીઓ દ્વારા તમામ સાતસો જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો.

જોડિયા ગામે થી ગરબા મંડળ માં પૂનમબેન માડમ દ્વારા લ્હાણી નું વિતરણ
જોડિયા ગામે દરેક ગરબા મંડળ ની બાળા ઓને જામનગરના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી સ્વ હેમંતભાઈ રામ ભાઈ માડ મ મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પૂનમબેન. માડ મ દ્વારા જોડિયા અને જોડિયા તાલુકા ના દરેક ગરબા મડળ માં ગરબે રમતી બાળાઓને લ્હાણીઓ આપવામાં આવેલ છે. આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી અને સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પૂનમબેન માડમ દ્વારા જોડિયા અને જોડિયા તાલુકા ના દરેક ગરબા મંડળો માં લ્હાણી આપવામાં આવેલ હતી.

સાવરકુંડલા ખાતે શ્રી મહાલક્ષ્મી મંદિર ના 125 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય નવરાત્રી મહોત્સવ
સાવરકુંડલા શહેર ની મધ્યમાં આવેલ ગાંઘીચોક ખાતે આવેલ શ્રીમહાલક્ષ્મી માતાજી ના મંદિર ના 125 વર્ષ પૂર્ણ થતાં મંદિર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ ની ઉજવણી તથા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું તથા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ના લાભાર્થે આગામી તારીખ.-25/11 થી 1/12 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહ ના વક્તા તરીકે શાસ્ત્રીશ્રી દિપકભાઈ ત્રિવેદી બિરાજશે તેમ કથાકારશ્રી મેહુલદાદા જોષી ની યાદી જણાવેલ છે.

ગોંડલ ડીવાયએસપીને વિદાય માન અપાયું
ગોંડલ ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા દિનેશસિંહ એમ ચૌહાણની ઇડર ખાતે બદલી થતા માર્કેટિંગ યાર્ડ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ તકે નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, એમ.એલ.એ પુત્ર ગણેશસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાયજાદા, રાજકોટ જિલ્લા એસપી બલરામ મીણા, તેમજ ગોંડલ ડીવાયએસપી અંડર આવતા 10 પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ડીવાયએસપી ચૌહાણે છેલ્લા બે વર્ષ દરમિયાન ગોંડલ શહેર તેમજ તાલુકા ખાતે અનેક પોલીસ કેસ સોલ્વ કર્યા હતા અને ગુનેગારોમાં કડક અમલદાર તરીકેની છાપ ધરાવતા હતા લુખ્ખાઓને ખાખી નું ભાન પણ કરાવ્યું હતું.

ગોંડલ અક્ષર ઓઇલ મિલના બારદાનના જથ્થામાં આગ ભભૂકી
ગોંડલ જામવાળી જીઆઇડીસી પાસે ખાડિયા વિસ્તારમાં આવેલ અક્ષર ઓઇલ મિલના ગોડાઉનમાં રાખેલ અંદાજે 8 થી 10 હજાર બારદાનના જથ્થામાં ઇલેટ્રીક શોટ ના કારણે આગ ભભૂકી ઉઠતા પળભરમાં વિકરાળ આગ લાગી જવા પામી હતી ઘટનાની જાણ મિલમાલિક અલ્પેશભાઈ પટોળીયા ને થતા તેઓ દોડી ગયા હતા અને ગોંડલ નગરપાલિકાના ફાયર પાટણ ને જાણ કરતા ફાયર ફાઈટરોએ દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી પરંતુ આગ કાબુમાં આવે તે દરમિયાન આશરે ત્રણથી ચાર લાખ રૂપિયાના બારદાન નું નુકશાન થયું હોવાનું મિલમાલિકે ટેલિફોનિક જણાવ્યું હતું.

સાવરકુંડલા ના શિવાજીનગર ખાતે ગેરકાયદેસર રીતે મંજૂરી વગર મોબાઈલ ટાવર ઉભો કરતા રહીશો દ્વારા વિરોધ
સાવરકુંડલા શહેર ના શિવાજીનગર ખાતે ગેરકાયદેસર રીતે વગર મંજૂરી એ મોબાઈલ ટાવર ઉભો કરતા આ વિસ્તાર ના રહીશો દ્વારા વિરોધ કરી પાલિકા તંત્ર ને લેખિત માં જાણ કરતા સાવરકુંડલા નગરપાલિકા તંત્ર અને ચીફઓફિસર દ્વારા જગ્યા ના માલિક ને નોટિસ પાઠવી બીજો નવા ટાવર નું કામ બંધ કરાવ્યું હતું સાવરકુંડલા ના શિવાજીનગર મેઈન રોડ ખાતે મોબાઈલ ટાવર નું કામ શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો એ વિરોધ કરી ચીફઓફિસર ને સહી કરી વિરોધ કર્યો હતો તથા એક ટાવર તો ચાલુ હોવાથી વગર મંજૂરી એ બીજો ટાવર નું કામ શરૂ કરતાં રહીશો ભારે રોષ જોવા મળ્યો હતો.


ગોંડલમાં મેડીકલ કેમ્પ
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 180 સફાઈ કામદારોએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું આ મેડિકલ કેમ ને સફળ બનાવવા પાલિકા તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉનાના ચિખલી પ્રા.શાળાની વિદ્યાર્થીની ખેલમહાકુંભમાં પ્રથમ
ઉના તાલુકાના ચિખલી પ્રા.શાળાની વિદ્યાર્થીનીઓ ખેલમહાકુંભમાં ખો-ખો રમતની સ્પર્ધા પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ વંદનાબેન, પ્રવિણબેન, કુંજલબેન, વિશાખાબેન, અને પાયલબેનની પસંદગી થતા સુરેન્દ્રનગર ખાતે રમવા માટે જશે. આ તકે શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવેલ હતા.

દ્રોણેશ્ર્વર સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક યાત્રા પ્રવાસ
ઉના તા. 13 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્ર્વરના 90 ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષક વિજયભાઇ જાગાણી અને વિજ્યભાઇ નંદવાણાની આગેવાની નીચે, સૌરાષ્ર્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ, પ્રભાસ પાટણ, લોએજ, માંગરોળ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદમાં કાંકરિયા, સાયન્સ સીટી, ગાંધીનગર અક્ષરધામ, વગેરે સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ કરી એસજીવીપી છારોડી આવતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવેલ. એસજીવીપી ગુરુકુલમાં જોગી સ્વામી હ્રદય કુટિર, એસી હોસ્ટેલ, ગૌશાળા, ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેની મુલાકાત તેમજ માધવપ્રિયદાસજી સ્વામી પાસે સત્સંગ સભા બાદ સ્વીમીંગ અને ક્રિકેટની પણ મજા માણી હતી.

દ્રોણેશ્ર્વર ડેમના પાણીમાં ભેંસોનું ઠંડક
ચોમાસા બાદ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દ્રોણેશ્ર્વર ડેમ ઉપરથી પાણીના ઝરણા નીચે પડી રહ્યા તેમાં ભેંસો ગરમીના ઉકરાટથી બચવા નદીના પાણીમાં ઠંડક મેળવી રહી હોય તે તસ્વીર કેમેરામાં ક્લીક થયેલ છે.

ઉના શહેરમાં આર.એસ.એસ દ્વારા પથ સંચલન કાઢવામાં આવ્યું
ઉના શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ દ્વારા વિજયાદશમીના ઉત્સવ નિમીતે દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ માર્ગ પર પથ સંચલન કાઢવામાં આવ્યુ હતું. જેમાં બાબુભાઇ સોલંકી, રાહુલભાઇ, રોહીતભાઇ, ચંદુભાઇ બાંભણીયા સહીત ઉપસ્થિત રહ્યા હતા..


Advertisement